સુર્યાવાડ મેમણ જમાતમાં ગેરવહીવટ વિરુદ્ધ જમાતના આગેવાનો દ્વારા ગુજરાત રાજ્ય વકફબોર્ડમાં ફરિયાદ
પોરબંદર, 23 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદર સુર્યાવાડ મેમણ જમાતમાં ગેરવહીવટ વિરુદ્ધ જમાતના આગેવાનો દ્વારા ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય વકફબોર્ડમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદમાં જણાવ્યા મુજબ વર્ષ 2001 ની ચુંટણીમાં ચુંટાયા વગર ટ્રસ્ટની જાહેર મિલકત
સુર્યાવાડ મેમણ જમાતમાં ગેરવહીવટ વિરુદ્ધ જમાતના આગેવાનો દ્વારા ગુજરાત રાજ્ય વકફબોર્ડમાં ફરિયાદ


પોરબંદર, 23 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદર સુર્યાવાડ મેમણ જમાતમાં ગેરવહીવટ વિરુદ્ધ જમાતના આગેવાનો દ્વારા ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય વકફબોર્ડમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદમાં જણાવ્યા મુજબ વર્ષ 2001 ની ચુંટણીમાં ચુંટાયા વગર ટ્રસ્ટની જાહેર મિલકતોનો કબ્જો કરનાર હિસાબોના આપનાર કહેવાતા બની બેઠેલા પ્રમુખ યુસુફ મોહમદ પુંજાણી અને હબીબ અ.ગની ચીતલવાલા પાસેથી વકફબોર્ડ દ્વારા સુર્યાવાડ મેમણ જમાતનું સમગ્ર વહીવટ ગુજરાત રાજ્ય વકફબોર્ડ હસ્તક લઈ વહીવટદારની નીમણુંક કરી સંસ્થાની વકફની માલ મીલકતો બેન્ક એકાઉન્ટ રોકડ રકમ સહીતનું કબ્જો વકફબોર્ડ પોતાના હસ્તક લઈ લેવા અને વકફ સંસ્થાના અધીનિયમ મુજબ કાર્યવાહી કરવા સોગંદનામું આપવામા આવ્યું છે.

સુર્યાવાડ મેમણ જમાત સંસ્થામા ગેર ગેરવહીવટ ચલાવનાર પ્રમુખ યુસુફ મોહમદ પુંજાણી અને હબીબ અ.ગની ચીતલવાલા સામે વકફ અઘીનીયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવા સુર્યાવાડ મેમણ જમાતના સભ્યો મહમદશફી ગુલામમોહમદ બેરા, મહમદફારૂક નૂરમોહમદ બઘાડ, અફઝલ યુસુફ પટેલ, અકબર હારૂન ગીગાણી, યાસીન જુનૈદ અઘાડી દ્વારા ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય વકફબોર્ડના ચેરમેનને રૂબરુ રજુઆત કરતા માંગ કરી હતી કે, આ સંસ્થામાં ચુંટણી ન યોજાઈ તયા સુધી વકફબોર્ડ દ્વારા યોગ્ય વહીવટદારની નિમણૂક કરી એટલા વર્ષો દરમિયાન સંસ્થામા થયેલ ગેર વહીવટની જીણવટ ભરી તપાસ થવી જોયે જેથી આ સંસ્થામાં ઘણા વર્ષોથી બની બેઠેલા આગેવાનોની પણ તપાસ થવી જોઈએ જેથી કરવામાં આવેલ ગેર વહીવટ ખુલો પડી શકે અને ભ્રષ્ટાચાર કરનાર સામે સખ્ત માં સખત કાર્યવાહી થવી જોયે તેવી માંગ સુર્યાવાડ મેમણ જમાતમાં ઊઠી છે.

સુર્યાવાડ મેમણ જમાત સંસ્થા ના વર્ષ 1992 થી અત્યાર સુધી પ્રમુખ તરીકે હાજી અ.સત્તાર અ.હબીબ હામદાણીની ગુજરાત રાજ્ય વકફબોર્ડની કચેરીમાં હાલમાં વહીવટકર્તા ટ્રસ્ટી (પ્રમુખ) અને 7 સભ્યોની કમીટી રજીસ્ટર છે.

પ્રમુખ મેનેજીંગ બોર્ડ દ્વારા વર્ષ 1992 થી 2025એટલે કે (33) વર્ષથી આજ દિવસ સુધી જમાતની ચુંટણી યોજવામાં આવી નથી એટલા વર્ષનો હીસાબ કિતાબ કે ઓડીટ રીપોર્ટ જાહેર કરવામાં આવેલ નથી. સંસ્થાના પ્રમુખ કમીટીના સભ્યો એ સંસ્થાના નિયમોને નેવે મુકી વર્ષો થી બળ જબરી પ્રુવક ગેર વહીવટ કરતા આવ્યા છે 33 વર્ષ દરમીયાન અનેક વખત મેમણ જમાતના આગેવાનો દ્વારા ચુંટણીની માંગ કરવામાં આવી હતી પરંતુ સંસ્થાનું વહીવટ કર્તા દ્વારા શામ દામ અને દંડ દ્વારા કોઈ પણ રીતે અત્યાર સુધી ચુંટણી યોજવા ન દીઘી તે ઉપરાંત એટલા વર્ષ દરમિયાન માત્ર એકજ વખત વર્ષ 1999 માં સુર્યાવાડ મેમણ જમાત ખાના ખાતે ઈશાની નમાઝ બાદ નામ પુરતી જનરલ સભા બોલાવવામાં આવેલ હતી. જે આ મીટીંગ માટે અગાઉથી જમાતના એક પણ સભ્યોને મીટીંગ કે એજન્ડા જણાવ્યા વગર મીટીંગ રાખવામાં આવેલ હતી અને જનરલ મીટીંગમાં કોઈ પણ પ્રકારના હિસાબ કિતાબ ઓડીટ રીપોર્ટ રજુ કરવામાં આવ્યા ન હતા.

પોરબંદર સુર્યાવાડ મેમણ જમાત-પોરબંદર એ વકફ અધિનિયમ 1995 થી ઠરાવયા અનુસાર ગુજરાત રાજ્ય વકફબોર્ડની કચેરીમાં વકફ નોંધણી નં.-બી-100: જુનાગઢ હેઠણ નોંધાયેલ વકફ સંસ્થા છે પોરબંદર સુર્યાવાડ મેમણ જમાતના બંધારણ મુજબ તેમજ વકફબોર્ડમા નોંધાયેલ અનુગામી ટ્રસ્ટીની નીમવાની રીત મુજબ દર વષે પોરબંદર સુર્યાવાડ મેમણ જમાતના સર્વે સભ્યોની મીટીંગ બોલાવી ચુંટણી કરી નવા ટ્રસ્ટીઓ નિમવા અને મેનેજીંગ બોર્ડે એ જનરલ સેક્રેટરી ની નિમણૂક કરવી એ PTR મુજબ ટ્રસ્ટી ઓને નીમવાની રીત છે અને ત્યારબાદ વકફ અધિનિયમ 1995 ની કલમ-42 મુજબ ફેરફાર રિપોર્ટ મોકલી આપવા ઉપરાંત વકફ અધિનિયમ 1995 ની કલમ-72 મુજબ વકફ ના હિસાબો રજુ કરી વકફ ફાળા ની રકમ જમા કરાવવાની હોઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande