જામનગરના સેલ્સમેનના બેંક ખાતામાંથી લાખોની હેરફેર મામલે મ્યુલ હંટ એકાઉન્ટ અંતર્ગત નોંધાઇ ફરિયાદ
જામનગર, 23 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર શહેરના એક શખ્સે સેલ્સમેનના બેંક એકાઉન્ટમાં દોઢેક વર્ષમાં રૂ.9 લાખ 90 હજાર જમા કરાવ્યા પછી તે રકમ ફ્રોડથી મેળવી લેવાયાની જે તે આસામીએ કરેલી ફરિયાદના પગલે તપાસમાં પોલીસે એકાઉન્ટ ખોલાવનાર તથા એકાઉન્ટના સંચાલક સામે
ફરિયાદ


જામનગર, 23 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર શહેરના એક શખ્સે સેલ્સમેનના બેંક એકાઉન્ટમાં દોઢેક વર્ષમાં રૂ.9 લાખ 90 હજાર જમા કરાવ્યા પછી તે રકમ ફ્રોડથી મેળવી લેવાયાની જે તે આસામીએ કરેલી ફરિયાદના પગલે તપાસમાં પોલીસે એકાઉન્ટ ખોલાવનાર તથા એકાઉન્ટના સંચાલક સામે ખુદ ફરિયાદી બની ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.

શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.17માં પરમ એપાર્ટમેન્ટમાં રહેતા વિમલ રાજેશભાઈ મહેતા નામના આસામીનું બેંક એકાઉન્ટ ખોલાવી તેમાં પુનીત રાઠોડ નામના આસામીએ રૂ.9 લાખ 90 હજારની રકમ જમા કરાવી દીધી હતી. આ રકમ જેના ખાતામાંથી ટ્રાન્સફર થઈ તેઓએ તાજેતરમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

તેમના સાથે ગયા વર્ષના જુન મહિનાથી સતત દોઢ વર્ષ સુધી ઈન્ટરનેટના માધ્યમથી ઠગાઈ થઈ હતી. સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જમાદાર વી.જે. સોનગરાએ ખુદ ફરિયાદી બની વિમલ તથા પુનીત રાઠોડ સામે ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર સહિત રાજ્યભરમાં ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. જે અંતર્ગત બોગસ બેંક ખાતાઓના સમગ્ર પ્રકરણ મામલે પોલીસ દ્વારા ફરિયાદો નોંધવાનો સીલસીલો પણ યથાવત રહ્યો છે. અત્યાર સુધીમાં એક ડઝનથી વધુ જુદી જુદી ફરિયાદોના આધારે પોલીસે બે ડઝનથી વધુ શખ્સોને પકડી પાડી તપાસ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande