ઓપરેશન “મ્યુલ હન્ટ” અંતર્ગત સાયબર ફ્રોડના નાણાં હેરફેર કરનાર ઈસમ ઝડપાયો
મહેસાણા, 23 ડિસેમ્બર (હિ.સ.) : ઓપરેશન “મ્યુલ હન્ટ” અંતર્ગત સાયબર ફ્રોડના નાણાંની હેરફેર માટે પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપનાર એક ઈસમને ઝડપી પાડવામાં મહેસાણા તાલુકા પોલીસને સફળતા મળી છે. સાયબર ગુનાખોરી સામે કડક કાર્યવાહી હાથ ધરતા મહેસાણા તાલુકા પોલીસ
ઓપરેશન “મ્યુલ હન્ટ” અંતર્ગત સાયબર ફ્રોડના નાણાં હેરફેર કરનાર ઈસમ ઝડપાયો


મહેસાણા, 23 ડિસેમ્બર (હિ.સ.) : ઓપરેશન “મ્યુલ હન્ટ” અંતર્ગત સાયબર ફ્રોડના નાણાંની હેરફેર માટે પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપનાર એક ઈસમને ઝડપી પાડવામાં મહેસાણા તાલુકા પોલીસને સફળતા મળી છે. સાયબર ગુનાખોરી સામે કડક કાર્યવાહી હાથ ધરતા મહેસાણા તાલુકા પોલીસે ગુપ્ત માહિતીના આધારે તપાસ કરી આરોપીને પકડી પાડ્યો હતો.

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી દ્વારા સાયબર ફ્રોડ કરનાર ગેંગને પોતાનું બેંક એકાઉન્ટ ઉપયોગ માટે આપી, ગેરકાયદેસર રીતે ફ્રોડના નાણાંની લેવડદેવડ કરવામાં મદદ કરવામાં આવી હતી. આ પ્રકારના “મ્યુલ એકાઉન્ટ” સાયબર ફ્રોડમાં મહત્વની કડી ગણાય છે, જેના કારણે નિર્દોષ નાગરિકો સાથે આર્થિક છેતરપિંડી થતી હોય છે. મહેસાણા તાલુકા પોલીસે આરોપી સામે લાગુ પડતા કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તથા આ નાણાંની લેણદેણ પાછળ સંકળાયેલા અન્ય ઈસમો અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે.

પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે કોઈપણ વ્યક્તિ પોતાનું બેંક એકાઉન્ટ ભાડે ન આપે અથવા અજાણ્યા લોકોના કહેવા પર નાણાકીય વ્યવહાર ન કરે. સાયબર ગુનાખોરી સામે કડક વલણ અપનાવીને આવા ગુનાઓને અટકાવવાનું પોલીસનું સતત પ્રયત્ન હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande