મહેસાણામાં ડી.જી.પી કપ–૨૦૨૫ની, વોલીબોલ અને સેપક ટકરાવ સ્પર્ધાનું ભવ્ય સમાપન
મહેસાણા,23 ડિસેમ્બર (હિ.સ.) મહેસાણા ખાતે આયોજિત ડી.જી.પી કપ–૨૦૨૫ અંતર્ગત વોલીબોલ તથા સેપક ટકરાવ (Sepak Takraw) રમતોની સ્પર્ધાનું આજરોજ ભવ્ય રીતે સમાપન કરવામાં આવ્યું હતું. આ સમાપન સમારોહ પોલીસ અધિક્ષકશ્રીની ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં ખેલાડીઓ, પો
મહેસાણામાં ડી.જી.પી કપ–૨૦૨૫ની વોલીબોલ અને સેપક ટકરાવ સ્પર્ધાનું ભવ્ય સમાપન


મહેસાણા,23 ડિસેમ્બર (હિ.સ.) મહેસાણા ખાતે આયોજિત ડી.જી.પી કપ–૨૦૨૫ અંતર્ગત વોલીબોલ તથા સેપક ટકરાવ (Sepak Takraw) રમતોની સ્પર્ધાનું આજરોજ ભવ્ય રીતે સમાપન કરવામાં આવ્યું હતું. આ સમાપન સમારોહ પોલીસ અધિક્ષકશ્રીની ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં ખેલાડીઓ, પોલીસ અધિકારીઓ તથા રમતપ્રેમીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

સ્પર્ધા દરમિયાન રાજ્યભરના પોલીસ દળોના ખેલાડીઓએ ઉત્સાહ, શિસ્ત અને રમતભાવનાથી ભરપૂર પ્રદર્શન કર્યું હતું. વોલીબોલ અને સેપક ટકરાવ જેવી રમતો દ્વારા શારીરિક ક્ષમતાની સાથે ટીમવર્ક, સંયમ અને પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ થયું હતું. દર્શકોમાં પણ ખેલાડીઓના રમતમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો.

પોલીસ અધિક્ષકશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, રમતો પોલીસ કર્મચારીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આવી સ્પર્ધાઓથી ટીમસ્પિરિટ વિકસે છે અને ફરજ દરમિયાન વધુ કાર્યક્ષમતા પ્રાપ્ત થાય છે.

સમાપન પ્રસંગે વિજેતા અને ઉપવિજેતા ટીમોને ટ્રોફી તથા પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ડી.જી.પી કપ–૨૦૨૫ની આ સ્પર્ધાએ પોલીસ દળમાં રમતગમત પ્રત્યેનો ઉત્સાહ વધુ મજબૂત કર્યો હોવાનું ઉપસ્થિતોએ જણાવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande