
જામનગર, 23 ડિસેમ્બર (હિ.સ.) : અનઅધિર્કત વિકાસને નિયમિત કરવાની મુદતમાં ફરી એકવાર વધારો થયો છે જે મુદત તા.16 મી જુન સુધી લંબાવાઈ હોવાથી જામનગર મહાનગરપાલિકાની હદમાં આવતા આવા બાંધકામોને નિયમિત કરવાની મુદત વધી છે.
ગુજરાત રાજ્યના રાજ્યપાલ દ્વારા અનધિકૃત વિકાસને નિયમિત કરવા માટેનો વટહુકમ તા.17મી ઓકટોબર 2022થી પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ વટહુકમ મહાપાલિકાની અધિકૃત વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે.
આ વટહુકમ અન્વયે અરજી કરવાની અંતિમ તા.16.12.2025 નિયત થઈ હતી. જેમાં સરકાર દ્વારા સદરહુ અરજી કરવાની સમયમર્યાદામાં તા.16.12 નોટીફિકેશનથી વધારો કર્યા પછી હાલ અરજી કરવાની અંતિમ તા. 16મી જુન 2026 નિયત થયેલ છે તથા તા. 10/09/2024ના નોટીફિકેશનથી પાર્કિંગ અંગેની ફી ની જોગવાઈઓ સરકાર દ્વારા કરવામાં આવેલ છે.
આ માટે અરજીની પ્રક્રિયા ઈ-પોર્ટલ પર ઓનલાઈન તથા ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના 3.2.2023ના પત્ર અન્વયે ઓફલાઈન માધ્યમથી તત્કાલિન અસરથી સ્વીકારવાનું જણાવેલ છે, જે અન્વયે ટાઉન પ્લાનિંગ શાખામાં ઓફલાઈન જેએમસીના લાયસન્સ હોલ્ડર આર્કિટેક્ટ/ એન્જિનિયર દ્વારા કરવાની રહે છે.
ઉપરોક્ત બાબતે જામનગર મહાનગર પાલિકાની હદ વિસ્તારમાં આવેલ તમામ આસામીઓને તેઓ દ્વારા જો આવા કોઈ અનધિકૃત બાંધકામ કરવામાં આવેલ હોય તેમજ શહેરમાં આવેલ સ્કૂલ બિલ્ડીંગ, હોસ્પિટલ, હાઈરાઈઝ/લો-રાઈઝરહેણાંક-બિનરહેણાંક વિગેરે પ્રકારના બાંધકામ કે જેઓ દ્વારા વિકાસ પરવાનગીથી વિરૂદ્ધનું કે વિકાસ પરવાનગી મેળવ્યા વગર કે ચેન્જ ઓફ યુઝ (હેતુફેર) કરેલ હોય તથા વપરાશ પરવાનગી મેળવ્યા વગરના આવાતમામ બાંધકામો વટહુકમમાં પ્રસિદ્ધ થયેલ નિયમોને આધિન જળવાતું હોય તો તાત્કાલિક ઈ-નગર પોર્ટલ સમય મર્યાદામાં અરજી કરવા જણાવવામાં આવે છે.
સમય મર્યાદામાં અરજી ન થયેથી આવા તમામ બાંધકામોને અનધિકૃત ગણી તેની સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે એમ મનપાના સીટી ઈજનેરે જણાવ્યુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt