સાવરકુંડલા તાલુકાના મેકડા ગામે રૂ. 1 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
અમરેલી,23 ડિસેમ્બર (હિ.સ.) અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકોના મેકડા ગામમાં કુલ રૂ. 1,00,04,000ના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યું. ગ્રામ વિકાસને નવી દિશા આપવા માટે હાથ ધરાયેલા આ કાર્યોને કારણે મેકડા ગામના સર્વાંગી વિકાસ
સાવરકુંડલા તાલુકાના મેકડા ગામે રૂ. 1 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ


અમરેલી,23 ડિસેમ્બર (હિ.સ.) અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકોના મેકડા ગામમાં કુલ રૂ. 1,00,04,000ના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યું. ગ્રામ વિકાસને નવી દિશા આપવા માટે હાથ ધરાયેલા આ કાર્યોને કારણે મેકડા ગામના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ વધારો થવાનો છે.

આ વિકાસ પેકેજ અંતર્ગત ગામમાં પુલ અને સીસી રોડનું નિર્માણ, ભૂગર્ભ ગટર પાઈપલાઈનની સુવિધા, નવા બસ સ્ટેન્ડનું કામ, શાળામાં વિદ્યાર્થીઓ માટે મધ્યાહન ભોજન યોજના હેઠળ શેડનું નિર્માણ તેમજ પેવિંગ બ્લોક જેવા મહત્વપૂર્ણ કાર્યોનો સમાવેશ થાય છે. આ તમામ કામગીરીઓથી ગ્રામજનોને સુગમ આવાગમન, સ્વચ્છતા, શિક્ષણ અને રોજિંદી જીવનમાં વધુ સુવિધાઓ પ્રાપ્ત થશે.

આ પ્રસંગે પૂર્ણ થયેલા પેવિંગ બ્લોક અને સ્ટ્રીટ લાઈટના કાર્યોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું, જેના કારણે ગામની આંતરિક માર્ગ વ્યવસ્થા વધુ સુદ્રઢ બની છે અને રાત્રિના સમયે સુરક્ષા તેમજ પ્રકાશ વ્યવસ્થા મજબૂત થઈ છે.

મેકડા ગામમાં થયેલા આ વિકાસ કાર્યો માત્ર ભૌતિક સુવિધાઓ પૂરતા સીમિત નથી, પરંતુ દરેક ગ્રામજનના જીવનમાં સુવિધા, સુરક્ષા અને વિશ્વાસ વધારતી પ્રગતિનું પ્રતીક બની રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande