
ગીર સોમનાથ 23 ડિસેમ્બર (હિ.સ.)ઊના તાલુકા ના સનખડા ગામ માં આવેલ ગ્રામ પંચાયત સંચાલિત એમ.જી.દામાણી હાઈસ્કૂલમા છેલ્લા 35 વર્ષ થી ફરજ બજાવતા ગણિત વિષય ના શિક્ષક કેશુભાઈ સોલંકી તેમની વય મર્યાદા ના કારણે નિવૃત થતા હોય તેમનો વિદાય સમારંભ યોજાયો હતો.
ત્યારેભૂતપૂર્વ વિધાર્થીઓ કે જે અભ્યાસ કરી અન્ય શહેરો માં હોય તેવા વિધાર્થીઓ પણ તેમના ગુરુ ના વિદાય સમારંભ હાજરી આપી એ જોઈને ભાવુક થઈ ગયા હતા તે સીવાય શાળા ના અન્ય ભૂતપૂર્વ શિક્ષકો એ પણ ખાસ હાજરી આપી હતી. આ કાર્યક્રમ ઉના ના ધારાસભ્ય કાળુ રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા હતા શિક્ષક કેશુભાઈ ને તેમનું આગામી જીવન સુખમય અને નિરોગી રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.
તેમજ ગ્રામપંચાયત ના સરપંચ રવિભરાઠોડ, ખત્રીવાડા ગામ ના સરપંચ અને ભૂતપૂર્વક વિધાર્થી જીતેન્દ્રભાઈ શિયાળ, અમદાવાદથી આવેલ ચીમનપુરી ગૌસ્વામી, હમીરભાઇ જાદવ,નવીનપુરી ગૌસ્વામી, દિનેશપુરી ગૌસ્વામી ભીખુભા ગોહિલ સહિત ગામ ના વિવિધ સમાજ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એમ.જી.દામાણી ના આગેવાનો તેમજ ગ્રામજનો પણ વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ