પોરબંદરમાં ગિરનારા સોની સમાજની વાડીનું લોકાર્પણ કરાયું
પોરબંદર, 23 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદર શહેરના મધ્યભાગે છેલ્લા પાંચ વર્ષથી ગીરનારા સોની સમાજની વાડીનું આધુનિક સુવિધાઓથી સજ્જ બિલ્ડીંગનું નવનિર્માણ થઈ રહ્યું હતું. જેનું પોરબંદરના ધારાસભ્ય તેમજ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, સોની
પોરબંદરમાં ગિરનારા સોની સમાજની વાડીનું લોકાર્પણ કરાયું.


પોરબંદરમાં ગિરનારા સોની સમાજની વાડીનું લોકાર્પણ કરાયું.


પોરબંદર, 23 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદર શહેરના મધ્યભાગે છેલ્લા પાંચ વર્ષથી ગીરનારા સોની સમાજની વાડીનું આધુનિક સુવિધાઓથી સજ્જ બિલ્ડીંગનું નવનિર્માણ થઈ રહ્યું હતું. જેનું પોરબંદરના ધારાસભ્ય તેમજ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, સોની સમાજ સેવકને જ્ઞાતિ રત્ન મગનબાપા લોઢિયા, સમાજના મુખ્ય દાતા ઈલાબેન મહેન્દ્રભાઈ જોગીયાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી પણ અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ સમાજખાતે સર્વે દાતાઓનો સન્માન સમારોહ કાર્યક્રમ પણ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પોરબંદર જીલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી, ગ્રિન પોરબંદરના મુખ્ય આયોજક રામદેવભાઈ મોઢવાડીયા, ગ્રિન પોરબંદર કો-ઓર્ડીનેટર અને યુવા આગેવાન ધર્મેશભાઈ પરમાર, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીગ્નેશ કરીયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તથા ગુજરાત તેમજ વિદેશથી મેહમાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગને પધારેલ સૌ લોકોએ નવનિર્માણ પામેલ સમાજને વખાણી અભિનંદન પાઠવ્યા હતા. આ સન્માન સમારોહમાં મગનભાઈ લોઢિયા (બાપા)ને સમાજ દ્વારા જ્ઞાતિ રત્ન એવોર્ડ આપી સમાજ પ્રત્યેની સેવાને વધાવી સન્માનિત કરવામાં આવ્યા હતા તથા નવનિર્માણ થયેલ સમાજનો પાયો નાખનાર પૂર્વ પ્રમુખ સ્વ. વિનોદભાઈ પાલાને યાદ કરી તેમના પરિવારને “ લાઈફ એચીવમેન્ટ એવોર્ડ “અર્પણ કરવામાં આવ્યો હતો તેમજ સમાજમાં જે લોકોએ આર્થિક અને સમયનું દાન આપ્યુ, તે સૌ જ્ઞાનીજાનોને એવોર્ડ આપિ સન્માનિત કરી તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

5 વર્ષથી નિર્માણ થઈ રહેલ સમાજને લોકાર્પણ તેમજ સન્માન સમારોહની કામગીરીમાં મુખ્યત્વ સમાજના મેનેજિંગ ટ્રસ્ટી પ્રતાપભાઈ રાણીંગા, જેન્તીભાઈ તથા ટ્રસ્ટી કનુભાઈ દેવિયા, જેન્તીભાઈ જોગીયા તથા સમાજ પ્રમુખ ચેતનભાઈ લોઢીયા, ઉપમુખ વસંતભાઈ રાણીંગા, મંત્રી રાહુલભાઈ રાણીંગા, સહમંત્રી હસમુખભાઈ જોગીયા, ખજાનચી હિતેનભાઈ તથા કમિતી સભ્ય આનંદભાઈ એ સોની, અજયભાઈ જોગીયા, પોરબંદર ફીજી છાત્રાલયના પ્રમુખ જેન્તીભાઈ રાણીંગાએ સેવા આપી આ કાર્યને સફળ બનાવ્યુ હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande