ગુજરાત ડુંગરાળ વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ અને ખડક ચઢાણ બેઝિક કોર્સ જુનાગઢ ખાતે યોજાયો
જૂનાગઢ, 23 ડિસેમ્બર (હિ.સ.) : જૂનાગઢ રાજય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ઉપક્રમે કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ગાંધીનગર આયોજીત અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ સંચાલિત ગુજરાત ડુંગરાળ
તાલીમ કેન્દ્ર જૂનાગઢ સંચાલિત


જૂનાગઢ, 23 ડિસેમ્બર (હિ.સ.) : જૂનાગઢ રાજય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ઉપક્રમે કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ગાંધીનગર આયોજીત અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ સંચાલિત ગુજરાત ડુંગરાળ વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ અને ખડક ચઢાણ બેઝિક કોર્સ પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ ખાતે યોજાયો હતો. જેમાં ગુજરાત ડુંગરાળ વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમમાં વિવિધ 08 જીલ્લાના 30 જેટલા ભાઈઓ અને બહેનો અને ખડક ચઢાણ બેઝિક કોર્સમાં 50 જેટલા ભાઈઓ જોડાયા હતા.

સમાપન કાર્યક્રમના અધ્યક્ષ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર, ઉપસચિવ કિનલ ડી. ખરાડી, જિલ્લા યુવા વિકાસ અધિકારી જૂનાગઢ નીતાબેન ડી. વાળા, જૂનાગઢ શહેર જીલ્લા વ્યાયામ શિક્ષક સંઘ પ્રમુખ જીગ્નેશભાઈ ચાવડા, કોર્ષ ઈનચાર્જ તથા પૂર્વ પ્રિન્સીપાલ કે.પી.રાજપૂત, SVIM માઉન્ટ આબુ, ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ રાઠોડના હસ્તે શિબીરાર્થીઓ તથા માનદ ઇન્સ્ટ્રક્ટરોને પ્રમાણપત્રો એનાયત કરી પ્રોત્સાહિત કર્યા હતા.

કાર્યક્રમના અધ્યક્ષ કિનલ ડી. ખરાડીએ પોતાના અનુભવો જણાવતા કહ્યું હતું કે, પહાડોના પથ્થર પણ જીવનમાં સ્થિર થવાનું શીખવે છે અને પ્રકૃતિમાં આવી સાહસિક પ્રવૃતિ કરવાથી જીવનમાં શાંતિ અને આનંદની અનુભૂતિ થાય છે. તેમજ સર્વે માનદ ઇન્સ્ટ્રક્ટર તથા સ્ટાફની કામગીરીની ખુબજ સરાહના કરી હતી. જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન ડી. વાળાએ જણાવ્યું હતું કે જીવનમાં સંઘર્ષ વિના સફળતા નહી , પોતાના અભ્યાસ સાથો સાથ રાષ્ટ્રને ઉપયોગી એવો ગોલ નક્કી કરીને આવી શોખની પ્રવૃતિ સતત ચાલુ રાખી પોતાના માતાપિતાનું નામ રોશન કરવું જોઈએ.

કોર્ષ ઈનચાર્જ તથા પૂર્વ પ્રિન્સીપાલ કે.પી.રાજપૂતે શિબિર વિશેની માહિતી આપતા જણાવ્યુ કે વન વિભાગની પરવાનગી અને પાબંધી સાથે કેન્દ્રનો સ્ટાફ, રસોડાનો સ્ટાફ, તાલીમી સ્ટાફ, વન વિભાગ , પ્રાથમિક શિક્ષણ વિભાગ જૂનાગઢ સાથે સંકલનથી કામ કરીને આ શિબિર સફળતા પૂર્વક પૂર્ણ કરી હતી. વિશેષમાં રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાંથી ગૌરાંગ સાવલિયા નાયબ સેક્શન અધિકારી દ્વારા પોતાના અનુભવો જણાવેલ કે, અગ્ર સચિવ અશ્વિની કુમાર ના સીધા માર્ગદર્શન હેઠળ વિભાગના સર્વે અધિકારીઓએ પર્વતારોહણ પ્રવૃતિ કરી અને શિબિરર્થીઓ, જિલ્લા અધિકારીઓ સાથે કામગીરી કરવાનો મોકો મળ્યો, પર્વતારોહણ પ્રવૃતિ માટે પ્રથમ તો મક્કમ મન જોઈએ અને ત્યારબાદ તકલીફોમાંથી બહાર કેવી રીતે આવવું તે માટે ટીમ બનીને કામ કરવાની ઈચ્છા શક્તિ. ઉપરાંત કલ્પેશ કચોટ, મિતુલ સોલંકી, બારૈયા પ્રવીણભાઈ તથા સોલંકી જીનલ દ્વારા કેમ્પના અનુભવો વિષે તેમના અભિપ્રાય વ્યક્ત કર્યા હતા કે, આ શિબિરમાંથી તેઓને જીવનમાં આવતી તકલીફોનો સામનો કરતા શીખ્યા, ટીમમાં રહી કામગીરી કરી તાલીમ લીધી, નેતૃત્વ કરતા શીખ્યા, આત્મવિશ્વાસ વધ્યો, ડર દૂર થયો, શારીરિક અને માનસિક વધુ મજબૂત થયા હતા, પ્રકૃતિને નજીકથી જોઈ શક્યા તેનો અમને ખુબ જ આનંદ થયો.

આ કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ રાઠોડ એ કર્યું હતું અને આભાર વિધિ માનદ ઇન્સ્ટ્રક્ટર પ્રદીપ કુમારએ કરી હતી. કાર્યક્રમનું સંચાલન વિશાખા ચૌહાણ અને પાયલ રાજ્યગુરુએ કર્યું હતું. આ ગુજરાત ડુંગરાળ વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમમાં કે. પી.રાજપૂત , પ્રદીપ કુમાર , કમલેશ રાવતે અને ખડક ચઢાણ બેઝિક કોર્સમાં અંબર વિષ્ણુ, પરેશ ચૌધરી, મહેશ લાલોડીયા, દેવરાજ ગોહિલ, વિશાલ ગન્વિતએ તાલીમ આપી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande