
સોમનાથ, 23 ડિસેમ્બર (હિ.સ.) : ગુજરાત વિધાનસભા સચિવાલયની ખાતરી સમિતિના સભ્યોએ દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
કિરીટસિંહ રાણા સહિત સભ્ય સર્વ ભગવાનભાઈ બારડ, કિરીટસિંહ ડાભી, સુખાજી, કિરિટભાઇ પટેલ સહિત વન અને પર્યાવરણ વિભાગના અધિકારીઓએ સોમનાથ મહાદેવના ભાવપૂર્વક દર્શન કરી રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
ખાતરી સમિતિના તમામ સભ્યઓનું સૌ પ્રથમ મંદિર ટ્રસ્ટ દ્વારા ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભગવાન ભોળાનાથના દર્શન કરી અને તમામ સભ્યોએ મંદિર પરિસરમાં આધ્યાત્મિક શાંતિ અને દિવ્ય વાતાવરણનો અનુભવ કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ