એચ.એન.જી.યુ.ના પ્રોફેસરોની ICSSRમાં 1.37 કરોડની સંશોધન પ્રોજેક્ટ્સ માટે દરખાસ્તો રજૂ કરી
પાટણ, 23 ડિસેમ્બર (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) ના પાંચ પ્રોફેસરોએ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ (ICSSR) સમક્ષ કુલ રૂ. 1,37,14,000 ના સંશોધન પ્રોજેક્ટ્સ માટે દરખાસ્તો રજૂ કરી છે. કુલપતિ કે.સી. પોરીયાના માર્ગદર્
HNGUના પ્રોફેસરોની ICSSRમાં 1.37 કરોડની સંશોધન પ્રોજેક્ટ્સ માટે દરખાસ્તો રજૂ કરી


HNGUના પ્રોફેસરોની ICSSRમાં 1.37 કરોડની સંશોધન પ્રોજેક્ટ્સ માટે દરખાસ્તો રજૂ કરી


પાટણ, 23 ડિસેમ્બર (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) ના પાંચ પ્રોફેસરોએ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ (ICSSR) સમક્ષ કુલ રૂ. 1,37,14,000 ના સંશોધન પ્રોજેક્ટ્સ માટે દરખાસ્તો રજૂ કરી છે. કુલપતિ કે.સી. પોરીયાના માર્ગદર્શન હેઠળ આ પહેલ યુનિવર્સિટીની સંશોધન પ્રવૃત્તિઓને વેગ આપવા અને આગામી NAAC મૂલ્યાંકનમાં બહેતર પરિણામ મેળવવાના હેતુથી કરવામાં આવી છે.

ભારત સરકારના ઉપક્રમ ICSSR દ્વારા કાયમી અધ્યાપકો માટે સંશોધન પ્રપોઝલ મંગાવવામાં આવ્યા હતા. આ અન્વયે HNGU દ્વારા ગ્રાન્ટ-ઇન-એડ વિભાગોમાં સંશોધન કાર્યને પ્રોત્સાહન આપવા ખાસ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. સંશોધન પ્રક્રિયાને સરળ બનાવવા માટે ડૉ. ઘોષની રિસર્ચ ફેસિલિટેટર તરીકે નિમણૂક કરી અધ્યાપકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રોજેક્ટ્સમાં સંસ્કૃત વિભાગના પ્રોફેસર અને અધ્યક્ષ ડૉ. ડી.બી. રાઠવા, પ્રોફેસર દિલીપભાઈ પટેલ, ડૉ. વિપુલભાઈ શ્રીમાળી, અંગ્રેજી વિભાગના ડૉ. હેતલબેન પટેલ તથા હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગના અધ્યક્ષ ડૉ. કમલેશભાઈ કે. પટેલ દ્વારા અલગ અલગ રિસર્ચ પ્રપોઝલ રજૂ કરવામાં આવ્યા છે. તમામ પ્રોજેક્ટ્સ માટે યુનિવર્સિટી સ્તરે જરૂરી મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે.

આ ઉપરાંત, યુનિવર્સિટી દ્વારા સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા માટે ગુજરાત સરકારને વિશેષ દરખાસ્ત મોકલવામાં આવી છે, જેમાં સિદ્ધપુરના દધિચી ઋષિના જીવન પર આધારિત કાર્યક્રમ અથવા નાટ્ય રૂપાંતરનો સમાવેશ થાય છે. કુલપતિએ તમામ અધ્યાપકોના પ્રયાસોને બિરદાવતાં સંયુક્ત પ્રયત્નો દ્વારા યુનિવર્સિટીને ગૌરવ અપાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande