જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર ગામની સીમમાંથી ઘોડીપાસાની જુગાર કલબ ઝડપાઈ : 21 શખસોની ધરપકડ
જામનગર, 23 ડિસેમ્બર (હિ.સ.) : રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિમોહન સૈનીની સુચના મુજબ ડીવાયએસપી આર.બી. દેવધા તથા ધ્રોલ પો.સ્ટે.ના પો.ઈ. એચ.વી. રાઠોડના માર્ગદર્શન હેઠળ ધ્રોલ પો.સ્ટે.ના પો.હે.કો. ક
ઘોડી પાસાનો જુગાર


જામનગર, 23 ડિસેમ્બર (હિ.સ.) : રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિમોહન સૈનીની સુચના મુજબ ડીવાયએસપી આર.બી. દેવધા તથા ધ્રોલ પો.સ્ટે.ના પો.ઈ. એચ.વી. રાઠોડના માર્ગદર્શન હેઠળ ધ્રોલ પો.સ્ટે.ના પો.હે.કો. કલ્પેશભાઈ ડી. કામરીયા તથા રાજેશભાઈ કે. મકવાણા તથા હરદેવસિંહ જે. જાડેજાનાઓને સંયુકત મળેલ ખાનગી હકિકત આધારે લતીપર ગામની મઘરાવાડી વિસ્તારમાં આવેલ કાન્તીલાલ ઉર્ફે કાનો દામજીભાઈ કોટડીયા રહે. લતીપર તા.ધ્રોલ વાળાની કબજા ભોગવટાની વાડીના મકાનમાં ઘોડી પાસા વતી ઘોડી પાસાનો હારજીતનો જુગાર રમી રમાડતા હોવાની હકીકત મળતાં દરોડો પાડવામાં આવ્યો હતો.

જ્યાંથી કુલદિપસિંહ ઉર્ફે ઉર્ફે લકીરાજસિંહ કિશોરસિંહ ઝાલા ઉ.23, ધંધો પ્રા.નોકરી, રહે જડેશ્વર સોસાયટી ધ્રાંગધા, મનસુખભાઈ રણછોડભાઈ પરમાર ઉ.40, ધંધો વેપાર, રહે. આંબેડકર નગર-1 સુરેન્દ્રનગર, વિશાલભાઈ પ્રવિણભાઈ રાબા (ગઢવી) ઉ.30 ધંધો મજુરી, રહે. કુતારપરા ચબુતરા વાળી શેરી ધ્રાંગધ્રા. રહીમ ઉર્ફે બાબો સલીમભાઈ મોવર ઉ.27, ધંધો મજુરી રહે. ટાવર પાસે પોસ્ટ ઓફીસ પાછળ શેરી નં.4, સુરેન્દ્રનગર, આદીલભાઈ અબ્દુલભાઈ શેખ ઉ.27 ડ્રાઈવીંગ રહે. વાવડી રોડ ક્રિષ્નાપાર્ક-2 મોરબી, પ્રકાશભાઈ નરભેરામભાઈ ભુત ઉ.35, ધંધો ખેતી, રહે. અવની ચોકડી સર્કલ એપાર્ટમેન્ટ મોરબી, સુલેમાનભાઈ યુનુસભાઈ મોવર ઉ.30, ધંધો મજુરી, રહે. પોસ્ટ ઓફીસ પાછળ, સુરેન્દ્રનગર, જીગ્નેશભાઈ દિલીપભાઈ સિંધવ ઉ.29 ધંધો ખેતી રહે. આંબેડકરનગર ધાંગધ્રા, તા.ધ્રાંગધ્રા, દિગ્વીજયસિંહ ઉર્ફે દિગભા દિલીપસિંહ પરમાર ઉ.24, ધંધો વેપાર, રહે. ઘાટ દરવાજાની અંદર ધ્રાંગધ્રા, ચેતન ગંગારામભાઈ તન્ના ઉ.43 ધંધો વેપાર રહે. પટેલ પાર્ક શેરી નં.10 તથા સિધ્ધિ વિનાયક શેરી નં.01, જામનગર, માનાભાઈ ઉર્ફે મુન્નો ભાલુભાઈ મેવાડા ઉ.36, ધંધો માલધારી, રહે. સોલડી ગામ તા.ધ્રાંગધ્રા, મેહુલભાઈ ત્રીભુવનભાઈ રાઠોડ ઉ.29 ધંધો પ્રા.નોકરી રહે. જુની ખરાવાડ રોડ ધ્રાંગધ્રા, દાઉદભાઈ હુશેનભાઈ મોવર ઉ.42 ધંધો ખેતી રહે. જીન પ્લોટ 9/28 કલબ રોડ, ધ્રાંગધ્રા, નંદલાલ ઉર્ફે નંદો લખમણભાઈ રૈયાણી ઉ.40 ધંધો વેપાર રહે. શનાળા રોડ હાઉસીંગની સામે યાર્ડ પાસે, મોરબી, સુનીલભાઈ જ્ઞાનચંદ લાલવાણી ઉ.49 ધંધો વેપાર રહે. દિગ્વીજય પ્લોટ નં.58, હિંગળાજ ચોક, જામનગર, જગદીશભાઈ દેવજીભાઈ સોલંકી ઉ.49 ધંધો મજુરી એરપોર્ટ રોડ, જામનગર, શાહરૂખભાઈ બસીરખાન પઠાણ ઉ.27 પ્રા.નોકરી રહે. લાલપાર્ક સીરામીક સીટી ફલેટ નં.302, મોરબી, મુળ રહે. હિંમતનગર, નરોતમભાઈ હરજીભાઈ કવાણા ઉ.42 મજુરી રહે.શીવપુર ગામ તા.જી. રાજકોટ, કેતન મગનભાઈ ચૌહાણ ઉ.36, ધંધો કન્સ્ટ્રકશન રહે. આંબેડકરનગર ધ્રાંગધ્રા, કિશનભાઈ દિલીપભાઈ કાનાબાર ઉ.28 ધંધો મજુરી, રહે. રણછોડનગર જલારામ પાર્ક સેન્ટમેરી સ્કુલની બાજુમાં મોરબી, હેતલબેન દિપકભાઈ રાઠોડ ઉ.39, ધંધો મજુરી રહે. કનૈયા ચોક જીવનનગર 3, રાજકોટ પકડાયા હતા.

આ રેઈડ દરમ્યાન રાજેશભાઈ દેવદાનભાઈ કેશુર નામચીન જુગારી, વિપુલ ઉર્ફે ભુરી મગનભાઈ કેશુર કાન્તીલાલ ઉર્ફે કાનો દામજીભાઈ કોટડીયા રહે. બધા લતીપર ગામ તા.ધ્રોલ નાસી ગયા હતા. ધ્રોલ પોલીસે તેના કબ્જામાંથી રોકડા રૂા.2,64,300/- તથા મોબાઈલ ફોન નંગ-18 કિ.રૂા.1,55,000, તથા પાંચ વાહનો કિ.રૂા.25,25,000, સાથે એમ કુલ મળી રૂા.29,44,300,ના મુદામાલ કબજે કરી, મજકુર આરોપીઓને પકડી પાડી મજકુર આરોપીઓ વિરૂધ્ધ ધ્રોલ પો.સ્ટે.ના પો.સ.ઈ. આર.એચ. બાટવાએ જુગાર ધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande