
જૂનાગઢ, 23 ડિસેમ્બર (હિ.સ.) : જૂનાગઢ, જૂનાગઢમાં બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ ખાતે આવેલ ઇનોવેશન ક્લબ તથા SSIP ના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસની ઉજવણીના ભાગરૂપે ઊર્જા સંરક્ષણ ક્ષેત્રે રહેલ સ્ટાર્ટઅપની નવીન તકો અંતર્ગત માર્ગદર્શન વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. જેમાં થયેલી ચર્ચા અનુસાર પ્રકૃતિમાં રહેલા ઉર્જાના જુદા જુદા સ્ત્રોતોનું જતન અને સંવર્ધન કરવા માટેના નવીનતમ વિચારોને સ્ટાર્ટઅપમાં ફેરવવા માટે રહેલ વિવિધ તકો અંગે વ્યાખ્યાન આયોજિત કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત નિષ્ણાંત વક્તા તરીકે સંસ્થાના તત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષ તથા આ વિષયના નિષ્ણાંત ડો.પી.વી.બારસીયા દ્વારા ઊર્જા સંરક્ષણ ક્ષેત્રમાં ઉદ્યોગ સાહસિકતાની તકો અંગે વિદ્યાર્થીઓને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ ૬૫ વિધાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું આયોજન આચાર્ય ડૉ.જે.આર.વાંઝાના માર્ગદર્શન હેઠળ ઇનોવેશન તથા SSPI ના સેલ કો ઓર્ડીનેટર ડો.દીપિકા કેવલાણી તથા તેઓની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમ સંસ્થાના આચાર્ય એ જણાવ્યું.
કાર્યક્રમના અધ્યક્ષ ડો.પી.વી.બારસીયા દ્વારા વિદ્યાર્થીઓની બિરદાવવામાં આવી હતી અને આ ક્ષેત્રમાં જોવા મળતા વિવિધ સ્ટાર્ટઅપની તકો અંગે વિદ્યાર્થીઓને વિસ્તૃત તથા પ્રેરક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે સંસ્થાના અન્ય આધ્યાપકો ડો.દીના લોઢીયા, ડો.ભરત રાઠોડ, ભાવિક ચાવડાએ જહેમત ઉઠાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ