જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગેરકાયદે ઘાસચારો વેંચતા ધંધાર્થીઓને ત્યાં દરોડા
જામનગર, 23 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકા ધ્વારા અલગ અલગ ટીમો મારફત શહેરમાં સિંગલ યુઝ પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચાણ કરતા ધંધાર્થીઓ તથા ગેરકાયદેસર ઘાસચારો વેંચાણ કરતા ધંધાર્થીઓનો સામે પ્લાસ્ટિક જપ્તીકરણ તથા ઘાસચારો જપ્તીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આ
પ્લાસ્ટિક અને ઘાસચારો વેંચતા ધંધાર્થીઓ પર દરોડા


જામનગર, 23 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકા ધ્વારા અલગ અલગ ટીમો મારફત શહેરમાં સિંગલ યુઝ પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચાણ કરતા ધંધાર્થીઓ તથા ગેરકાયદેસર ઘાસચારો વેંચાણ કરતા ધંધાર્થીઓનો સામે પ્લાસ્ટિક જપ્તીકરણ તથા ઘાસચારો જપ્તીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી ફરીથી જાહેરમાં ઘાસચારાનું વિતરણ થતું હોવાની બાતમી મળતા આવા ઘાસ વેંચતા લોકો પાસેથી પણ રૂ.૧૫૫૦૦નો વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.

ગત અઠવાડિયામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા કુલ-૭૮ ધંધાર્થી/વેપારીઓ પાસેથી ૩૫ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવેલ તથા રૂા.૩૬,૦૦૦ના વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવી હતી તેમજ ગેરકાયદેસર ઘાસચારો વેંચાણ કરતા ૩૦ ધંધાર્થીઓનો ઘાસચારો જપ્ત કરી, રૂ.૧૫,૫૦૦નો વહીવટી ચાર્જ વસુલ લેવામાં આવ્યો હતો.

જાહેર રોડ રસ્તા પર ઘાસચારો નાખવાની પશુઓ ભેગા થવા અને ટ્રાફિકની સમસ્યા, અકસ્માત થવાનો ભય રહેતો હોય, જાહેર જનતાને રોડ રસ્તાઓ ઉપર ઘાસચારો નહી નાખવા અપીલ કરવામાં આવે છે. વધુમાં લોકોએ ઘાસચારો દાન કરવો હોય તો ઉંખઈ ઈજ્ઞક્ષક્ષયભિં આા. મારફત દાન આપવા અથવા મહાનગરપાલિકા હસ્તકની ગૌશાળાઓ ખાતે દાન કરવા જામનગર મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande