સિદ્ધપુર તાલુકાના સમોડા-ગણવાડા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કિસાન દિવસની ઉજવણી કરવામાં આવી
પાટણ, 23 ડિસેમ્બર (હિ.સ.)સિદ્ધપુર તાલુકાના સમોડા-ગણવાડા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કિસાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ખેડૂતોને ખેતી વિકાસ અને ગ્રામીણ આજીવિકા સુધારવા માટે સરકારના તાજેતરના નિર્ણયો અંગે માહિતી આપવામાં આવી. કાર્ય
સિદ્ધપુર તાલુકાના સમોડા-ગણવાડા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કિસાન દિવસની ઉજવણી કરવામાં આવી


પાટણ, 23 ડિસેમ્બર (હિ.સ.)સિદ્ધપુર તાલુકાના સમોડા-ગણવાડા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કિસાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ખેડૂતોને ખેતી વિકાસ અને ગ્રામીણ આજીવિકા સુધારવા માટે સરકારના તાજેતરના નિર્ણયો અંગે માહિતી આપવામાં આવી.

કાર્યક્રમમાં ગણવાડાના સરપંચ, ઉપસરપંચ, નાગવાસણના પૂર્વ સરપંચ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. ઉપેશકુમાર તેમજ પ્રાકૃતિક કૃષિના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર દેશમાં પૂર્વ વડાપ્રધાન અને ખેડૂત નેતા ચૌધરી ચરણસિંહની જન્મજયંતિને કિસાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમણે 1979 થી 1980 દરમિયાન દેશના પાંચમા વડાપ્રધાન તરીકે સેવા આપી હતી.

ચૌધરી ચરણસિંહે જીવનભર ખેડૂતોના અધિકારો અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવા માટે કાર્ય કર્યું હતું. તેમની સ્મૃતિમાં દર વર્ષે કિસાન દિવસ ઉજવી ખેડૂતોને જાગૃત કરવામાં આવે છે.

આ પ્રસંગે કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા “વિકસિત ભારત GRAM G” (વિકસિત ભારત, આજીવિકા અને આજીવિકા ગેરંટી મિશન – ગ્રામીણ) બિલ અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી.

નવા બિલ મુજબ 18 વર્ષથી વધુ ઉંમરના સભ્યો ધરાવતા દરેક ગ્રામીણ પરિવારને વર્ષમાં 125 દિવસની રોજગારીની ગેરંટી મળશે, જે અગાઉની મનરેગા યોજનાની 100 દિવસની મર્યાદા કરતાં વધુ છે. આ યોજનાનો હેતુ ટકાઉ વિકાસ અને ગ્રામીણ આજીવિકામાં સુધાર લાવવાનો છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande