તરસાડીનગર ખાતે રૂ.970 લાખના માર્ગ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરાયું
સુરત, 23 ડિસેમ્બર (હિ.સ.)-ધારાસભ્ય ગણપતભાઇ વસાવાના હસ્તે તરસાડીનગર ખાતે કુલ રૂ.790 લાખના ખર્ચે થનારા માર્ગ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરાયું હતું.જેમાં ઇલાવ–સાહોલ–ખરચ–કોસંબા RCC રોડ, કોસંબા–હથુરણ–પાનોલી રોડ તેમજ હાંસોટ–સિસોદરા–તરસાડી રોડનું રિસર્ફે
Surat


સુરત, 23 ડિસેમ્બર (હિ.સ.)-ધારાસભ્ય ગણપતભાઇ વસાવાના હસ્તે તરસાડીનગર ખાતે કુલ રૂ.790 લાખના ખર્ચે થનારા માર્ગ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરાયું હતું.જેમાં ઇલાવ–સાહોલ–ખરચ–કોસંબા RCC રોડ, કોસંબા–હથુરણ–પાનોલી રોડ તેમજ હાંસોટ–સિસોદરા–તરસાડી રોડનું રિસર્ફેસીંગ કાર્ય હાથ ધરવામાં આવશે.

આ માર્ગ વિકાસકાર્યો પૂર્ણ થતાં વિસ્તારના નાગરિકોને સુવિધાજનક, સુરક્ષિત અને ઝડપી પરિવહન સેવા ઉપલબ્ધ થશે, જેના કારણે રોજિંદા આવાગમન સાથે વેપાર-ઉદ્યોગને પણ ગતિ મળશે.

આ પ્રસંગે તરસાડીનગર પાલિકાના પ્રમુખ મતી કપિલાબેન પરમાર, જિલ્લા પંચાયતના સદસ્ય મતી અમીષાબેન પરમાર, પૂર્વ જિલ્લા પ્રમુખ દિલિપસિંહ રાઠોડ, નગરપાલિકા ઉપપ્રમુખ બાબુભાઈ વસાવા, ચીફઓફીસર, કોર્પોરેટરઓ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande