
અમરેલી,23 ડિસેમ્બર (હિ.સ.) આજરોજ સાવરકુંડલા વિધાનસભાના ધારાસભ્યમહેશ કસવાળાએહિપાવડલી ગામની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ધારાસભ્યશ્રીએ ગ્રામજનો સાથે આત્મીય સંવાદ સાધી ગામના સર્વાંગી વિકાસને લઈ મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી.
ગામમાં રસ્તા, પીવાનું પાણી, ગટર વ્યવસ્થા, સ્ટ્રીટ લાઈટ, શિક્ષણ, આરોગ્ય તેમજ અન્ય મૂળભૂત સુવિધાઓને વધુ મજબૂત બનાવવા અંગે ગ્રામજનોએ પોતાના પ્રશ્નો અને સૂચનો રજૂ કર્યા હતા. ધારાસભ્ય મહેશ કસવાલાએ ગ્રામજનોની વાતોને ધ્યાનપૂર્વક સાંભળી અને દરેક મુદ્દે યોગ્ય અને હકારાત્મક ઉકેલ લાવવાની ખાતરી આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે ગ્રામ વિકાસ સરકારની પ્રાથમિકતા છે અને ગામના વિકાસ માટે જરૂરી યોજનાઓ સમયસર અમલમાં આવે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવશે. લોકોની ભાગીદારીથી જ ગામનો સાચો વિકાસ શક્ય બને છે તેમ કહી ગ્રામજનોને વિકાસ પ્રક્રિયામાં સક્રિય રહેવા પ્રોત્સાહિત કર્યા હતા.
આ શુભેચ્છા મુલાકાતથી ગામના લોકોમાં નવી આશા અને વિશ્વાસનું વાતાવરણ સર્જાયું હતું અને આવનારા સમયમાં એહિપાવડલી ગામના વિકાસને વધુ ગતિ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai