રાજ્યકક્ષાના મંત્રી કોશિક વેકારિયાએ સામાન્ય માનવીની વેદનાઓ સહાનુભૂતિપૂર્વક સાંભળી
અમરેલી,23 ડિસેમ્બર (હિ.સ.) નાના અને ગરીબ માણસની રજૂઆતો તથા વેદનાઓને સમજીને તેને યોગ્ય ન્યાય અપાવવાની ભાવનાથી રાજ્યકક્ષાના મંત્રી કોશિક વેકારિયાએ એક સામાન્ય જન પ્રતિનિધિ તરીકે ઊભા રહી લોકોની સમસ્યાઓ સાંભળી હતી. આ પ્રસંગે તેમણે કોઈ ઔપચારિકતા વગર, સીધ
રાજ્યકક્ષાના મંત્રી કોશિક વેકારિયાએ સામાન્ય માનવીની વેદનાઓ સહાનુભૂતિપૂર્વક સાંભળી


અમરેલી,23 ડિસેમ્બર (હિ.સ.) નાના અને ગરીબ માણસની રજૂઆતો તથા વેદનાઓને સમજીને તેને યોગ્ય ન્યાય અપાવવાની ભાવનાથી રાજ્યકક્ષાના મંત્રી કોશિક વેકારિયાએ એક સામાન્ય જન પ્રતિનિધિ તરીકે ઊભા રહી લોકોની સમસ્યાઓ સાંભળી હતી. આ પ્રસંગે તેમણે કોઈ ઔપચારિકતા વગર, સીધા લોકો સાથે સંવાદ સાધી તેમની રોજબરોજની મુશ્કેલીઓ, દુઃખ-વેદનાઓ અને અપેક્ષાઓને સમજવાનો પ્રયત્ન કર્યો.

જાહેર જીવનમાં ઘણી વખત નાના માણસની વાત અનસુની રહી જાય છે, પરંતુ મંત્રી કોશિક વેકારિયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે સરકારની સાચી શક્તિ સામાન્ય નાગરિક છે. તેમણે ગરીબ, શ્રમિક, ખેડૂત અને પછાત વર્ગના લોકોની સમસ્યાઓને ગંભીરતાથી સાંભળી સંબંધિત વિભાગોને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હતી.

લોકોએ આવાસ, રોજગાર, પાણી, વીજળી, આરોગ્ય અને અન્ય મૂળભૂત સુવિધાઓ સંબંધિત પ્રશ્નો રજૂ કર્યા, જેને મંત્રીએ ધ્યાનપૂર્વક નોંધ્યા. તેમણે વિશ્વાસ આપ્યો કે દરેક સાચી રજૂઆતનો યોગ્ય ઉકેલ લાવવામાં આવશે અને કોઈપણ નાગરિક અન્યાય અનુભવે નહીં તે માટે સરકાર પ્રતિબદ્ધ છે.

આ સંવાદથી લોકોમાં વિશ્વાસનો ભાવ મજબૂત બન્યો અને “સરકાર અમારી સાથે છે” તેવી લાગણી વધુ પ્રબળ બની હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande