બહેરા-મૂંગાનો સ્વાંગ રચી મોબાઈલ ચોરી કરનારને નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપ્યો
નવસારી, 23 ડિસેમ્બર (હિ.સ.) : નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) એ છેલ્લા ત્રણ વર્ષથી મોબાઈલ ચોરી કરી પોલીસને ચકમો આપતા એક શખ્સને ઝડપી લીધો છે. આરોપી ભીડભાડવાળી જગ્યાએ પોતે બહેરા-મૂંગા હોવાનું નાટક કરી લોકોની સહાનુભૂતિ મેળવતો અને તક મળતાં મોબાઈલ ચોરી
Arrest


નવસારી, 23 ડિસેમ્બર (હિ.સ.) : નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) એ છેલ્લા ત્રણ વર્ષથી મોબાઈલ ચોરી કરી પોલીસને ચકમો આપતા એક શખ્સને ઝડપી લીધો છે. આરોપી ભીડભાડવાળી જગ્યાએ પોતે બહેરા-મૂંગા હોવાનું નાટક કરી લોકોની સહાનુભૂતિ મેળવતો અને તક મળતાં મોબાઈલ ચોરી કરી ફરાર થઈ જતો હતો. LCBએ તેની પાસેથી પાંચ મોબાઈલ ફોન સહિત કુલ રૂ.62,499નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે સુરતના ઉધના વિસ્તારમાંથી આરોપી હસમુખ ઉર્ફે એસ.બી. એલકાર રાજનટને પકડ્યો હતો. તપાસમાં OnePlus, Redmi, Realme અને Vivo કંપનીના કુલ પાંચ મોબાઈલ ફોન મળી આવ્યા છે. પૂછપરછ દરમિયાન નવસારી ટાઉનના બે, બીલીમોરાનો એક અને ચીખલીનો એક એમ કુલ ચાર અનડિટેક્ટ ચોરીના ગુનાઓ ઉકેલાયા છે. હાલ આરોપીને નવસારી ટાઉન પોલીસને સોંપી વધુ તપાસ ચાલી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande