વાલિયાના આદિવાસી ખેડૂતની દીકરીને, ગુજરાત સિને મીડિયા એવોર્ડથી કરાય સન્માનિત
100 થી વધુ વિડિઓ બનાવ્યા જેમાં 15 હજાર + વ્યુ અને 5 હજારથી વધુ લાઈક મળી છે આદિવાસી સમાજની સંસ્કૃતિ ,ગાયકો અને ગીતો ઉપર વિડિઓ બનાવી ઈન્સ્ટાગ્રામ પર મૂક્યા છે નર્સિંગ પૂર્ણ કરી ડીએમએલટી કરી હાલ લેબ ટેક્નિશિયનમાં અંકલેશ્વર એક લેબમાં નોકરી કરે છે પ્
વાલિયાના આદિવાસી ખેડૂતની દીકરીને ગુજરાત સિને મીડિયા એવોર્ડથી કરાય સન્માનિત


વાલિયાના આદિવાસી ખેડૂતની દીકરીને ગુજરાત સિને મીડિયા એવોર્ડથી કરાય સન્માનિત


વાલિયાના આદિવાસી ખેડૂતની દીકરીને ગુજરાત સિને મીડિયા એવોર્ડથી કરાય સન્માનિત


વાલિયાના આદિવાસી ખેડૂતની દીકરીને ગુજરાત સિને મીડિયા એવોર્ડથી કરાય સન્માનિત


વાલિયાના આદિવાસી ખેડૂતની દીકરીને ગુજરાત સિને મીડિયા એવોર્ડથી કરાય સન્માનિત


100 થી વધુ વિડિઓ બનાવ્યા જેમાં 15 હજાર + વ્યુ અને 5 હજારથી વધુ લાઈક મળી છે

આદિવાસી સમાજની સંસ્કૃતિ ,ગાયકો અને ગીતો ઉપર વિડિઓ બનાવી ઈન્સ્ટાગ્રામ પર મૂક્યા છે

નર્સિંગ પૂર્ણ કરી ડીએમએલટી કરી હાલ લેબ ટેક્નિશિયનમાં અંકલેશ્વર એક લેબમાં નોકરી કરે છે

પ્રિયા ગામીત ઈન્સ્ટાગ્રામ વિડિઓ ક્રિયેટર બની વડોદરા સંસ્કારી નગરી ખાતે ગોલીના હસ્તે એવોર્ડ મેળવ્યો

ભરૂચ 23 ડિસેમ્બર (હિ.સ.)

વાલિયાના નાના એવા મોખડી ગામની આદિવાસી દીકરીને ગુજરાત રાજયના ગુજરાત સિને તરફથી એવોર્ડ આપવામાં આવ્યો છે.પ્રિયાકુમારી પોતાના ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક આઈડી પર પોતાના વિડિઓ બનાવી શેર કરે છે. આ વિડિઓને ગુજરાતમાં સોશિયલ મીડિયા પર ઘણી લાઈક અને કોમેન્ટ મળી છે. દરેક વિડિઓ એટલા જોરદાર અને ફેમસ થયાં છે કે જે વિડિઓને ગુજરાત સિને અને ગુજરાત ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝએ પણ વધાવી લીધા છે. ગુજરાત સિને તરફથી પ્રિયાને ગુજરાત સિને અને ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફથી એવોર્ડ મળ્યા છે.

વાલિયા તાલુકાના મોખડી ગામના ગામીત ફળીયાની પ્રિયાકુમારી રમેશભાઈ ગામીતને હાલમાં ગુજરાત સિને મીડિયા એવોર્ડ ઈન્સ્ટાગ્રામ પરના વ્યુના આધારે 2025 નો એવોર્ડ મળ્યો છે.ખરેખર આદિવાસી વિસ્તારથી આવતી પ્રિયાકુમારીએ સમાજ, સંસ્કૃતિ અને ગીત તેમજ ગાયકો ઉપર વિડિઓ બનાવ્યા તે ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરતા તેના વ્યુ અને લાઈકનું મોનીટરીંગ જીસીએમએ નામની સંસ્થાએ કરી ભરૂચ જિલ્લામાંથી આદિવાસી સમાજમાંથી આવતી 24 વર્ષની દીકરીની એવોર્ડ માટે પસંદગી થઈ હતી . પ્રિયાકુમારીના પિતા ખેતી અને માતા ઘરકામ તેમજ નાનો ભાઈ રજત ડ્રાઇવિંગ કરે છે.સામાન્ય પરિવારમાંથી આવતી આદિવાસી દીકરીએ વિડિઓ બનાવી યુટ્યુબમાં મૂકી પરિવારને મદદરૂપ થવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

100 થી વધુ વિડિઓ બનાવ્યા છે જેમાં 15 હજાર + વ્યુ અને 5 હજારથી વધુ લાઈક મળી છે .આદિવાસી સમાજની સંસ્કૃતિ ,ગાયકો અને ગીતો ઉપર વિડિઓ બનાવી ઈન્સ્ટાગ્રામ પર મૂક્યા છે.સમાજે મારું ઘણું બહુમાન કર્યું છે તેમજ ખોખોમાં સ્ટેટ લેવલ જઈ આવેલ છે. નર્સિંગ પૂર્ણ કરી ડીએમએલટી કરી હાલ લેબ ટેક્નિશિયનમાં અંકલેશ્વર એક લેબમાં નોકરી કરે છે તેની સાથે વિવિધ પ્રકારના વિડિઓ બનાવે છે.જીસીએમએ એ ગુજરાતના દરેક જિલ્લાનું મોનીટરીંગ કરી તેમાં ભરૂચ જિલ્લામાં સૌથી વધુ વ્યુ પ્રિયાકુમારી ગામીતને મળતા તેણીને ગુજરાત સિને મીડિયા 2025 એવોર્ડ માટે ઈન્સ્ટાગ્રામ વિડિઓ ક્રિયેટર તરીકે પસંદગી થઈ અને વડોદરા સંસ્કારી નગરી ખાતે ગોલીના હસ્તે એવોર્ડ અપાયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande