જામનગરના ધ્રોલ પંથકમાં, વર્ષ 2019માં નોંધાયેલ દૂષ્કર્મ કેસની તપાસમાં બેદરકાર પીઆઈને સસ્પેન્ડ કરાયા
જામનગર, 23 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર પોલીસ વિભાગમાં લોકલ ઈન્ટેલિજન્સ બ્યુરો (એલ.આઈ.બી.)માં ફરજ બજાવતા પીઆઈ વાય.જે.વાઘેલા 5 વર્ષ અગાઉ AHTU, જામજોધપુર. ધ્રોલ અને ટ્રાફીક શાખામાં પણ ફરજ બજાવી ચુક્યા છે. જેમાં વર્ષ 2019 માં ધ્રોલના ગ્રામ્ય વિસ્તારમાં
પોલીસકર્મી સસ્પેન્ડ


જામનગર, 23 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર પોલીસ વિભાગમાં લોકલ ઈન્ટેલિજન્સ બ્યુરો (એલ.આઈ.બી.)માં ફરજ બજાવતા પીઆઈ વાય.જે.વાઘેલા 5 વર્ષ અગાઉ AHTU, જામજોધપુર. ધ્રોલ અને ટ્રાફીક શાખામાં પણ ફરજ બજાવી ચુક્યા છે.

જેમાં વર્ષ 2019 માં ધ્રોલના ગ્રામ્ય વિસ્તારમાં એક દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો. જે કેસમાં પીઆઈ વાઘેલાએ ફરજમાં બેદરકારી દાખવી હતી. જેથી જિલ્લા પોલીસ વડા ડો.રવિ મોહન સૈની લાલઘુમ થયા હતા. ફરજમાં બેદરકારી દાખવવા સબબ સસ્પેન્ડ કરતો ઓર્ડર કરવામાં આવતા પોલીસ બેડામાં ચકચાર વ્યાપી ગઈ છે. તો ફરજમાં બેદરકારી દાખવનારાઓ પણ સજ્જ થઈ ગયા છે.

જામનગર જિલ્લામાં પોલીસ વિભાગમાં અંદાજિત છેલ્લા બે વર્ષમાં ફરજમાં બેદરકારી દાખવવા સબબ પોલીસ અધિકારી કે, કર્મચારી સસ્પેન્ડ થયા નથી. પરંતુ ધ્રોલના દુષ્કર્મના ગંભીર ગુનામાં ફરજમાં બેદરકારી દાખવનાર જે તે સમયના પીઆઈ વાય.જે.વાઘેલાને આજે જામનગર જિલ્લા પોલીસ વડા ડો.રવિ મોહન સૈનીએ સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ચકચાર જાગી છે.

જામનગર એસપી તરીકેનો ચાર્જ સંભાળ્યા પછી પ્રથમ પીઆઈને સસ્પેન્ડ કરતો હુકમ કર્યો છે. હાલતમાં પોલીસ બેડામાં ફરજમાં ડાંડાઈ કરનારાએ ચેતી જવા જેવી દાખલો સામે આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande