
પાટણ, 23 ડિસેમ્બર (હિ.સ.)પાટણ પ્રજાપતિ પ્રિમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો મંગળવારે સવારે પદ્મનાભ ભગવાનના હારિયામાં શુભ પ્રારંભ થયો. આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ સમાજના યુવાનોમાં ભાઈચારાની ભાવના વિકસાવવાનો છે.
શ્રી પદ્મનાભ ભગવાન વાડી ટ્રસ્ટના પ્રમુખ યશપાલ સ્વામી અને પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજના ઉપપ્રમુખ ચિંતન પ્રજાપતિએ, દીપ પ્રાગટ્ય કરીને ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કર્યું. તેમણે આયોજકોને શુભેચ્છા પાઠવી અને ખેલાડીઓને ખેલદિલીપૂર્વક રમવા પ્રોત્સાહિત કર્યા.
આ ટુર્નામેન્ટમાં કુલ 9 ટીમો ભાગ લઈ રહી છે અને તે એક મહિના સુધી દરરોજ સવારે રમાશે. મુખ્ય આયોજક જીગર પ્રજાપતિ તથા તેમની સેવાભાવી યુવા ટીમે આ માહિતી આપી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ