પોરબંદર મનપા દ્વારા ગંદકી કરનાર વેપારીઓને દંડ ફટકાર્યો
પોરબંદર, 23 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદર મનપા કમિશનર દ્વારા સવારના શહેરની સાફ-સફાઈ બાબતે કરવામાં આવેલ ચેકિંગ દરમ્યાન ચા ના બે વેપારીઓ દ્વારા જાહેર રસ્તા પર પાણી વેડફતામાં રાખવામાં આવતું તેમજ ચાની પ્યાલીઓ ખુલ્લેઆમ ફેંકવામાં આવતી હોવાનું જણાઈ આવ્યું હ
પોરબંદર મનપા દ્વારા ગંદકી કરનાર વેપારીઓને દંડ ફટકાર્યો.


પોરબંદર મનપા દ્વારા ગંદકી કરનાર વેપારીઓને દંડ ફટકાર્યો.


પોરબંદર મનપા દ્વારા ગંદકી કરનાર વેપારીઓને દંડ ફટકાર્યો.


પોરબંદર, 23 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદર મનપા કમિશનર દ્વારા સવારના શહેરની સાફ-સફાઈ બાબતે કરવામાં આવેલ ચેકિંગ દરમ્યાન ચા ના બે વેપારીઓ દ્વારા જાહેર રસ્તા પર પાણી વેડફતામાં રાખવામાં આવતું તેમજ ચાની પ્યાલીઓ ખુલ્લેઆમ ફેંકવામાં આવતી હોવાનું જણાઈ આવ્યું હતું. ઉપરોક્ત બંને વેપારીઓને મહાનગરપાલિકાના ઉપનિયમો મુજબ રૂ. 1000/- લેખે કુલ રૂ. 2000/- નો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ ઉપરાંત સેનીટેશન વિભાગની ટીમ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગંદકી તથા પ્રતિબંધિત પ્લાસ્ટિક યુઝ કરતા વેપારીઓને રૂ.16,700/- દંડ કરવામાં આવેલ. ગંદકી બાબતે 31 વેપારીઓએ ને 9400/- નો દંડ તેમજ પ્લાસ્ટિક યુઝ કરતા 20 વેપારીઓને 730પ/-નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સાથે પોરબંદર મનપા દ્વારા તમામ વેપારીઓને સૂચના આપવામાં આવે છે કે તેઓ પોતાના ધંધાની જગ્યા બહાર સ્વચ્છતા જાળવી રાખે, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે તેમજ કચરો ફરજિયાત ડસ્ટબિનમાં એકત્રિત કરી મહાનગરપાલિકાની ડોર-ટુ-ડોર કચરા સંકલન વાહનમાં જ નાખવા.

ઉપરોક્ત સૂચનાઓનું પાલન ન થવા પામે તો મહાનગરપાલિકાના ઉપનિયમો મુજબ રૂ. 100/-થી રૂ. 5000/- સુધીનો દંડ કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande