







પોરબંદર, 23 ડિસેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા વધુ એક ગેંગ વિરોધ ગુજસીટોકનું શસ્ત્ર ઉગામ્યુ છે કોડીનારની ઘાટવડ ગેંગના નવ જેટલા સભ્યો વિરુદ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતા પોરબંદરના માથાભારે અને આવારાતત્વોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યું છે.
પોરબંદર જિલ્લાના ગ્રામ્ય ડિવાઈએસપી સુરજીત મહેડુએ ઘાટવડ ગેંગ વિરુદ્ધ થયેલી કાર્યવાહી મામલે પત્રકાર યોજી હતી આ પત્રકાર પરિષદમાં જણાવ્યા મુજબ ઘાટવડ ગેંગે અત્યાર સુધીમાં ગીર-સોમનાથ, સાબરકાંઠા, જામનગર, રાજકોટ-ગ્રામ્ય, સુરત-ગ્રામ્ય, પોરબંદર જિલ્લાની હદ વિસ્તારમાં અલગ-અલગ ગામ(વાડી વિસ્તાર) તથા શહેરોમાં દિવસ-રાત્રીની ઘરફોડ ચોરીના ગંભીર ગુન્હાઓ આચર્યા છે ટોળકીનો ગેંગ લીડર હીતેશ દિલીપભાઈ ચૌહાણની 'ઘાટવડ ગેંગ' વિરૂધ્ધમાં ગુજસીટોક કાયદા હેઠળ ગુન્હો નોંધી પોરબંદર પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે ડીવાયએસપીના વધુમાં જણાવ્યા મુજબ તમામ આરોપી વિરુદ્ધ લગભગ લગભગ 40 થી વધુ ગુનાઓ દાખલ છે પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના અણિયારી ગામમાં થયેલી ચોરીની ફરિયાદ દાખલ થઈ હતી તે બાદ હવે પોલીસે તમામ નવ સભ્યો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો છે.. જેમાં છેલ્લા દસ વર્ષમાં ગુજરાત રાજ્યના આણંદ, જુનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ, ગીર-સોમનાથ, સાબરકાંઠા, જામનગર, રાજકોટ-ગ્રામ્ય, સુરત-ગ્રામ્ય અને પોરબંદર જીલ્લાની હદ વિસ્તારમાં (કોડીનારના રહેવાસી) આરોપી હિતેષ ચૌહાણ, આતીર્ષ ઉર્ફે વિશાલ બહાદુર રાઠોડ, જેસીંગ ચૌહાણ, રાહુલ રાઠોડ, કિશન રાઠોડ, ભગત ચૌહાણ, દિપક ચૌહાણ, કવરસિંહ રાઠોડ, અરૂણ ચૌહાણ કુલ 9 શખ્સોએ ગુનાને જીવનનિર્વાહ તથા આવકનું મુખ્ય સાધન બનાવી આર્થિક લાભ મેળવવા દિવસ-રાત્રી દરમ્યાન ઘરફોડ ચોરીના
ગુનાઓ આચરી ભયનું વાતાવરણ ઉભું કરનાર તમામ
આરોપીઓ વિરુદ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે ગુજસિટોકનો ગુન્હો દાખલ થતા માથાભારે શખ્સોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
*ગેંગ લીડર હિતેશ ચૌહાણ વિરુદ્ધ 30 ગુનાઓ.*
ગુનાખોરીની દુનિયામાં હાફ સેન્ચ્યુરી સુધી પહોંચેલા ઘાટવડ ગેંગ વિરૂધ પોલીસે ગુજસીટોક દાખલ કરતા ભારે ચર્ચા થઈ રહી છે અગાઉ પણ દ્વારકા જિલ્લાના રાણપર ગામની બધા ભોરા બુટલેગર ગેંગ વિરોધ પોરબંદર પોલીસે ગુજસીટોક ફરિયાદ દાખલ કરી હતી ત્યારબાદ હવે પોલીસે કોડીનારના તમામ રહેવાસીઓ જેઓએ ગુજરાતમાં ગુનાખોરીન દુનિયામાં હાફ સેન્ચુરી સુધી પહોંચેલા તમામ આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક દાખલ કરતા પોરબંદરના માથાભારે અને આવરતત્વોમાં ભયનો માહોલ પણ છે હિતેશ દિલીપ ચૌહાણ ગેંગ લીડર છે તેમના વિરુદ્ધ આણંદ, અમરેલી સોમનાથ, જુનાગઢ સહિતના જિલ્લાઓમાં ગુના દાખલ થયેલા છે
*ગેનના સભ્ય આતિશ રાઠોડ વિરુદ્ધ 21 ગુન્હાઓ*
ઘાટવડ ગેંગનો બીજો ગુનેગાર કે જેને ગુનાખોરીની દુનિયામાં બે ડઝન થી વધુ ગુનાઓ કર્યા છે આરોપીનું નામ અતિશ ઉર્ફે વિશાલ બહાદુરભાઈ રાઠોડ નામનો શખ્સ છે આ આરોપી વિરુદ્ધ જુનાગઢ રાજકોટ સુરત ભાવનગર આણંદ સૌમનાથ સહિતના જિલ્લાઓમાં ગુના નોંધાયેલા છે
*ઘાટવડ ગેંગના સભ્ય રાહુલ રાઠોડ વિરુદ્ધ 13 ગુનાઓ*
ગુનાખોરીની દુનિયામાં એક ડઝન જેટલા ગુના કરનાર રાહુલભાઈ રાઠોડ નામના શખ્સ વિરુદ્ધ પોલીસ ચોપડે જુનાગઢ રાજકોટ ભાવનગર કેટલા જિલ્લાઓમાં ગુના દાખલ થયેલા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya