અડાલજ ખાતે પ્રવેગ અડાલજ થીમ પાર્કને મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લો મુકાયો
ગાંધીનગર, 23 ડિસેમ્બર (હિ.સ.) : ગાંધીનગરના અડાલજ ખાતે આવેલા, થીમ બેઝડ ડેસ્ટિનેશન પાર્ક અને હેરિટેજ સ્ટેપવેલ મ્યુઝિયમ સાથે નિર્માણ કરાયેલા, પ્રવેગ અડાલજ થીમ પાર્કને , આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ગાંધીનગરના મેયર મી
અડાલજ ખાતે પ્રવેગ અડાલજ થીમ પાર્ક


અડાલજ ખાતે પ્રવેગ અડાલજ થીમ પાર્ક


અડાલજ ખાતે પ્રવેગ અડાલજ થીમ પાર્ક


ગાંધીનગર, 23 ડિસેમ્બર (હિ.સ.) : ગાંધીનગરના અડાલજ ખાતે આવેલા, થીમ બેઝડ ડેસ્ટિનેશન પાર્ક અને હેરિટેજ સ્ટેપવેલ મ્યુઝિયમ સાથે નિર્માણ કરાયેલા, પ્રવેગ અડાલજ થીમ પાર્કને , આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, સાંસદ દિનેશભાઈ મકવાણા, ઇફકો ચેરમેન દિલીપ સાંઘાણી, પ્રવેગના ચેરમેન અને બોર્ડ ઓફ ડિરેક્ટર ડોક્ટર વિષ્ણુકુમાર પટેલ અને ગુજરાત સરકારના પ્રવાસન સચિવ ડોક્ટર રાજેન્દ્ર કુમારની ઉપસ્થિતિમાં ખુલ્લો મૂક્યો હતો.

મુખ્યમંત્રીના હસ્તે 10થી વધુ લોકોને એશિયાનો સૌથી મોટો ટુરિઝમ એવોર્ડ 2025 સેશન-7થી સન્માનિત કરવામાં આવ્યા હતા. કુલ 125થી વધુ લોકોને આ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. ગુજરાત સરકારના કેટલાક વિભાગોના આઇ.એ.એસ. અધિકારીઓ, કલાકારો સહિત અનેક વ્યક્તિઓને પ્રવાસન ક્ષેત્રને પ્રમોટ કરવા માટે ટ્રોફી અને સન્માન પત્રથી સન્માનિત કરાયા હતા.

આ પ્રસંગે ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતીઓને લોકો વિશ્વ પ્રવાસી કહે છે. તમે કોઈ પણ ટુરિસ્ટ પ્લેસ કે હરવા ફરવાના સ્થળે જાવ, તમને ગુજરાતી અચૂક જોવા મળે જ. વિશ્વ પ્રવાસી ગુજરાતીઓને અને આપણા ગુજરાતને એક એવી વિઝનરી લીડરશીપ અને આગવી સોચ ધરાવતું નેતૃત્વ મળ્યું છે.વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી ગુજરાત આજે વર્લ્ડ ટુરિઝમ મેપ પર ચમકતું થયું છે.

વિશ્વ પ્રવાસી ગુજરાતીના ગુજરાતને જોવા-જાણવા અને માણવા દુનિયાભરના લોકો આવતા થયા છે એમ જણાવી મુખ્યમંત્રી ઉમેર્યું કે, ગુજરાત જ્યારે 1960માં અલગ રાજ્ય બન્યું ત્યારે રણ, દરિયો અને ડુંગર જ ધરાવતું આ રાજ્ય શું ડેવલપમેન્ટ કરશે એવો સૌને સવાલ થતો હતો. આદરણીય મોદી સાહેબે આગવા વિઝનથી આજે એ જ રણ, દરિયો અને ડુંગરને વર્લ્ડ ટૂરિઝમ એટ્રેક્શન બનાવી દીધા છે.આ બધું તો આપણે ત્યાં હતું જ, પરંતુ એને પ્રવાસન સ્પોટ તરીકે વિકસાવવાની ઈચ્છાશક્તિનો અભાવ હતો.

વડાપ્રધાન મોદી એ કચ્છના રણમાં રણ ઉત્સવ શરૂ કરાવ્યો ત્યારે કહેલું કે, આખી દુનિયા આ રણ જોવા આવશે અને આજે એ વાત સાચી પડી છે. ચાલુ વર્ષે 10 લાખ પ્રવાસીઓ સફેદ રણ જોવા આવ્યા છે. ટુરીઝમને રૂપિયા 161 કરોડની આવક થઈ છે. પ્રવાસન સ્થાનો અને યાત્રાધામો, ફરવાલાયક સ્થળોનો 100 ટકા કાયાકલ્પ કરીને હોલિસ્ટિક ડેવલપમેન્ટનો જે વિચાર તેમણે આપ્યો તે સાકાર થયો છે.આજે આપણે જ્યાં બેઠા છીએ તે અડાલજની વાવ તેનું ઉત્તમ ઉદાહરણ છે.

ડેઝર્ટ ટુરિઝમ, હેરિટેજ ટુરીઝમ, સ્પિરિચ્યુઅલ ટુરિઝમ, પેટ્રિઓટિક ટુરિઝમ અન એડવેન્ચર્સ ટુરિઝમ માટે ગુજરાતમાં અપાર અવસરો છે, એનો ઉલ્લેખ કરી તેમણે વધુમાં જણાવ્યું કે. સોમનાથથી સાપુતારા, કચ્છના રણથી નડાબેટ સીમા દર્શન, આદ્યશક્તિ અંબાજીથી એકતાના પ્રતીક સ્ટેચ્યુ ઓફ યુનિટી, દ્વારકા-માંડવી બીચ, આ બધાનાં સંગમથી ગુજરાતે વિશ્વને અચંબિત કર્યું છે. વડાપ્રધાન એ પ્રવાસન માત્ર પર્યટન કે મનોરંજન પૂરતું ન રહે તેનું પણ ડેવલપમેન્ટ વિઝન આપ્યું છે. આવાં સ્થળોનાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, કનેક્ટિવિટી, લાઇટ-પાણી વગેરેથી ઇઝ ઓફ ટુરીઝમ વધાર્યું છે. તેમના દિશાદર્શનમાં આપણે પ્રવાસન સ્થળોને સર્વગ્રાહી વિકાસનાં સ્થાનો બનાવ્યાં છે. અર્થતંત્ર, પર્યાવરણ, સંસ્કૃતિ અને સમાજ ચારેયનો સંતુલિત વિકાસ પ્રવાસનથી કર્યો છે.

ટીમ ગુજરાત, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ઇન્ક્લુઝન, ટેકનોલોજી સાથે પરંપરા અને વિકાસ સાથે પર્યાવરણ સંરક્ષણના ધ્યેય સાથે કામ કરી રહી છે.ગુજરાતમાં મેડિકલ એન્ડ વેલનેસ ટુરિઝમ, રૂરલ એન્ડ ટ્રાઇબલ ટુરિઝમ તથા ફિલ્મ એન્ડ એડવેન્ચર ટુરિઝમ સેક્ટરના વિકાસથી વિશ્વના અન્ય દેશોના લોકો પણ અહીં લાભ લેતા થયા છે, તેમ કહી જણાવ્યું કે, પ્રવાસનને કારણે નાનામાં નાના ગામના સ્થાનિક ધંધા, રોજગાર, હસ્તકલા કારીગરોના કલા વારસાને બજાર મળે તે માટે વોકલ ફોર લોકલને સરકાર પ્રમોટ કરી રહી છે. પતંગોત્સવ, નવરાત્રિ, કાંકરિયા કાર્નિવલ, બીચ ફેસ્ટિવલ, સાપુતારા મોનસુન ફેસ્ટિવલને કારણે પારંપરિક કલા, હસ્ત ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળ્યું છે. કોઈપણ રાજ્યમાં ટુરિઝમ ડેવલોપમેન્ટના પાયામાં શાંતિ, સલામતી, સુરક્ષા સુવિધા અને સસ્ટેનેબિલીટી છે, એમ કહી તેમણે ગુજરાતના પ્રવાસનને પ્રતિષ્ઠા અપાવનારા રાજ્ય સરકારના વિવિધ વિભાગોને એવોર્ડ્સનું ગૌરવ મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

વડાપ્રધાનના 2047 સુધીમાં વિકસિત ભારત – આત્માનિર્ભર ભારતનો સંકલ્પને સાકાર કરવા મુખ્યમંત્રી એ, વડાપ્રધાનના નવ સંકલ્પ, સ્વદેશીને પ્રોત્સાહન અને સ્વચ્છતા તથા સ્વદેશ દર્શનનું આહવાન કર્યું હતું. તેમણે પ્રેરણાદાયી ઉદબોધનમાં ઉમેર્યું કે, આપણે પણ ગુજરાતના પ્રવાસન ધામોને સ્વચ્છતામાં અગ્રેસર અને સ્વદેશી ચીજવસ્તુઓ-ઉત્પાદનોના ઉપયોગ માટે લીડ લેનારા ધામ બનાવીએ. સૌ સાથે મળીને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત-પ્રવાસન સમૃદ્ધ આત્મનિર્ભર ગુજરાત બનાવીએ.

આ વેળાએ પ્રવેગના ચેરમેન વિષ્ણુભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન અને અક્ષર ટ્રાવેલ્સના મનીષ શર્માએ સ્વાગત પ્રવચન કર્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande