મહેસાણા જિલ્લામાં ઈવીએમ/વીવીપેટ વેરહાઉસનું, ત્રિમાસિક આંતરિક નિરીક્ષણ
મહેસાણા,23 ડિસેમ્બર (હિ.સ.) આજરોજ મહેસાણા જિલ્લાના ઈ.વી.એમ./વી.વી.પેટ વેરહાઉસ, મહેસાણા ખાતે ત્રિમાસિક આંતરિક નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. આ નિરીક્ષણનો મુખ્ય હેતુ ચૂંટણી પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતા ઈવીએમ અને વીવીપેટ મશીનોની સુરક્ષા, જાળવણી અને
મહેસાણા જિલ્લામાં ઈવીએમ/વીવીપેટ વેરહાઉસનું ત્રિમાસિક આંતરિક નિરીક્ષણ


મહેસાણા,23 ડિસેમ્બર (હિ.સ.) આજરોજ મહેસાણા જિલ્લાના ઈ.વી.એમ./વી.વી.પેટ વેરહાઉસ, મહેસાણા ખાતે ત્રિમાસિક આંતરિક નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. આ નિરીક્ષણનો મુખ્ય હેતુ ચૂંટણી પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતા ઈવીએમ અને વીવીપેટ મશીનોની સુરક્ષા, જાળવણી અને પારદર્શિતા સુનિશ્ચિત કરવાનો હતો.

નિરીક્ષણ દરમિયાન વેરહાઉસની સીલિંગ વ્યવસ્થા, સીસીટીવી કેમેરાની કાર્યક્ષમતા, પ્રવેશ-નિયંત્રણ, રજિસ્ટરોની નોંધ તેમજ સુરક્ષા વ્યવસ્થાની વિગતવાર ચકાસણી કરવામાં આવી. ઈવીએમ/વીવીપેટ મશીનો યોગ્ય રીતે સંગ્રહિત છે કે નહીં, કોઈ ખામી કે અનિયમિતતા તો નથી ને, તેની પણ સઘન સમીક્ષા કરવામાં આવી.

સંબંધિત અધિકારીઓને ચૂંટણી પંચના માર્ગદર્શિકા મુજબ તમામ નિયમોનું કડક પાલન કરવાની સૂચના આપવામાં આવી. કોઈપણ પ્રકારની બેદરકારી કે ઢીલાશ ન ચાલે તે માટે સમયાંતરે આવું નિરીક્ષણ જરૂરી હોવાનું જણાવવામાં આવ્યું.

આ ત્રિમાસિક આંતરિક નિરીક્ષણથી ચૂંટણી પ્રક્રિયા પ્રત્યે જનવિશ્વાસ વધુ મજબૂત બને છે તેમજ લોકશાહીના પાયાને મજબૂતી મળે છે. ભવિષ્યમાં પણ નિયમિત રીતે ચકાસણી કરીને ઈવીએમ અને વીવીપેટની સુરક્ષા અને વિશ્વસનીયતા જળવાઈ રહે તે માટે તંત્ર પ્રતિબદ્ધ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande