ગાંધીનગર જિલ્લાની શાળાઓના વિદ્યાર્થીઓએ ચિત્રો દ્વારા આપી માર્ગ સલામતીની જાગૃતિ
ગાંધીનગર, 23 ડિસેમ્બર (હિ.સ.) : ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ’ એ ભારતમાં દર વર્ષે યોજવામાં આવતું અભિયાન છે, જે સામાન્ય રીતે જાન્યુઆરી માસમાં ઉજવવામાં આવે છે. રાજ્યમાં દર વર્ષે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી જુદી-જુદી રીતે કરવામાં આવે છે. આ કાર્યક્રમન
વિદ્યાર્થીઓએ ચિત્રો દ્વારા આપી માર્ગ સલામતીની જાગૃતિ


વિદ્યાર્થીઓએ ચિત્રો દ્વારા આપી માર્ગ સલામતીની જાગૃતિ


ગાંધીનગર, 23 ડિસેમ્બર (હિ.સ.) : ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ’ એ ભારતમાં દર વર્ષે યોજવામાં આવતું અભિયાન છે, જે સામાન્ય રીતે જાન્યુઆરી માસમાં ઉજવવામાં આવે છે. રાજ્યમાં દર વર્ષે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી જુદી-જુદી રીતે કરવામાં આવે છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ટ્રાફિકના નિયમો વિશે જનજાગૃતિ લાવવા, અકસ્માતો ઘટાડવા, હેલ્મેટ-સીટબેલ્ટ પહેરવા, ઓવરસ્પીડ ટાળવા તથા નશામાં કે બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરતા વાહન ચાલકોને અટકાવવા જેવી સુરક્ષિત ડ્રાઇવિંગ આદતોને પ્રોત્સાહન આપવાનો છે.

ગુજરાતમાં માર્ગ સલામતી માસ – ૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે, ગાંધીનગર જિલ્લાની શાળાના વિદ્યાર્થીઓએ અશ્વિન પટેલ કોમર્સ કોલેજ, કડી કેમ્પસ, સેક્ટર-૨૩, ખાતે ચિત્ર સ્પર્ધાનું આયોજન કર્યું હતું. આ સ્પર્ધામાં ગાંધીનગર શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રાજ્ય સરકાર દ્વારા શાળાના વિદ્યાર્થીઓમાં વિદ્યાર્થીકાળથી માર્ગ સલામતીના ગુણોનો વિકાસ થાય તે માટે ધો.૦૬ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ‘માર્ગ સલામતી સપ્તાહ’ અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વધુમાં આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ હેલ્મેટ અને સીટબેલ્ટનું મહત્વ, ઓવર-સ્પીડિંગના જોખમો, ટ્રાફિક નિયમોનું પાલન, ‘રાહ-વીર’ યોજના, તેમજ જવાબદાર માર્ગ વર્તન જેવા મહત્વપૂર્ણ માર્ગ સલામતી વિષયો પર કલાત્મક અને વિચારપ્રેરક ચિત્રો રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓના ચિત્રોમાં માર્ગ સલામતી પ્રત્યેની સમજ, જવાબદારી અને સર્જનાત્મકતા સ્પષ્ટ રીતે જોવા મળી હતી. આ ઉપરાંત તમામ વિદ્યાર્થીઓએ માર્ગ સલામતી અંગે શપથ લીધા હતા.

ચિત્ર સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રથમ, દ્વિતીય, તૃતિય, ચોથા અને પાંચમાં ક્રમાંક પ્રાપ્ત વિદ્યાર્થીઓને પ્રોત્સાહનરૂપે રોકડ પુરસ્કારો તથા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવશે.

આ પ્રસંગે ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ઉચ્ચ શિક્ષણ કમિશનર દિલીપ રાણા, ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના કમિશનર સતીશ પટેલ, ડી.પી.ઈ.ઓ પીયુષ પટેલ, કડી કેમ્પસના પ્રેસિડેન્ટ વી.પી.પટેલ અને યુથ સંયોજક પી.કે.વાલેરા સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande