
પાટણ, 23 ડિસેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લામાં ફરાર આરોપીઓને પકડવા માટે ચાલી રહેલી ઝુંબેશ હેઠળ સિદ્ધપુર નાયબ પોલીસ અધિક્ષકની એસ્કોન્ડર સ્ક્વોડે મહત્વની કાર્યવાહી કરી છે. ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં લાંબા સમયથી ફરાર રહેલો આરોપી વિજયજી ઠાકોરને સિદ્ધપુરના કાકોશી વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.
પેટ્રોલિંગ દરમિયાન સ્ક્વોડને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી કાકોશી વિસ્તારમાં લીમડાના ઝાડ નીચે ઉભો છે. મળેલી માહિતીના આધારે PSI આર.એસ. સોલંકી સહિતની ટીમે તાત્કાલિક દરોડો પાડી 29 વર્ષીય વિજયજી સોમાજી રતાજી ઠાકોરને સ્થળ પરથી ધરપકડ કરી હતી. આ આરોપી વિરુદ્ધ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં દારૂબંધીનો ગુનો નોંધાયેલો છે અને તે લાંબા સમયથી ફરાર હતો. પોલીસે આરોપીને કાકોશી પોલીસ મથકે સોંપી વધુ કાયદેસરની કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ