આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત સ્વદેશી અભિયાન તથા સેમિનારનું ગાંધીનગરમાં સફળ આયોજન
ગાંધીનગર, 23 ડિસેમ્બર (હિ.સ.) : ગાંધીનગર જિલ્લાની ઔદ્યોગિક ક્ષમતા અને સ્વદેશી વિચારધારાને પ્રોત્સાહન આપવાના હેતુથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ગાંધીનગર દ્વારા ગેજિયા (GEZIA), ગાંધીનગરના સહયોગથી “આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત સ્વદેશી અભિયાન” વિષયક સેમિન
સ્વદેશી અભિયાન તથા સેમિનાર


ગાંધીનગર, 23 ડિસેમ્બર (હિ.સ.) : ગાંધીનગર જિલ્લાની ઔદ્યોગિક ક્ષમતા અને સ્વદેશી વિચારધારાને પ્રોત્સાહન આપવાના હેતુથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ગાંધીનગર દ્વારા ગેજિયા (GEZIA), ગાંધીનગરના સહયોગથી “આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત સ્વદેશી અભિયાન” વિષયક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર ગાંધીનગર ઇલેક્ટ્રોનિક્સ ઝોન ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશન, સેક્ટર-૨૫, ગાંધીનગર ખાતે સોમવારના રોજ યોજાયો હતો.

આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ગાંધીનગરના કલેક્ટર મેહુલ દવે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના પ્રેરણાદાયક સંબોધનમાં આત્મનિર્ભર ભારતના વિઝન, સ્થાનિક ઉદ્યોગોને મજબૂત બનાવવાની જરૂરિયાત તથા સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ દ્વારા આર્થિક સશક્તિકરણ અંગે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું.

કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે ગુજરાત સરકારના સંયુક્ત ટેક્નિકલ એડવાઈઝર નીલ શ્રીમાલી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આત્મનિર્ભરતા માટે ટેક્નોલોજી, ગુણવત્તા અને નવીનતા (Innovation)ના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.

સેમિનારમાં ડીજીએફટી, અમદાવાદ દ્વારા “સ્વનિર્ભરતા માટે ડીજીએફટીની ભૂમિકા” વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત “મેક ઇન ઇન્ડિયા, મેક ઇટ સ્માર્ટ – ઇન્ડસ્ટ્રી 4.0 દ્વારા મેન્યુફેક્ચરિંગમાં ઉત્કૃષ્ટતા” વિષય પર નાસકોમના પ્રતિનિધિ સિદ્ધાર્થ જી. કામત દ્વારા ઉપયોગી રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ગાંધીનગર દ્વારા આત્મનિર્ભર ગુજરાત યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ગેજિયા સહિત વિવિધ ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશનોના પ્રમુખો, ગાંધીનગર જિલ્લાના ઉદ્યોગપતિઓ તથા ઉદ્યોગ ક્ષેત્ર સાથે જોડાયેલા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર સેમિનાર ઉદ્યોગકારો માટે માર્ગદર્શક અને પ્રેરણાદાયક સાબિત થયો હતો.

કાર્યક્રમના અંતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ગાંધીનગરના જનરલ મેનેજર દ્વારા આભારવિધિ વ્યક્ત કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande