પાટણ તાલુકાની કતપુર પ્રાથમિક શાળામાં, બાળકોને સ્વેટર વિતરણ
પાટણ, 23 ડિસેમ્બર (હિ.સ.)પાટણ તાલુકાની કતપુર પ્રાથમિક શાળાના બાળકોને શિયાળામાં ઠંડીથી રક્ષણ આપવા સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવાકાર્ય શાળાના શિક્ષિકા ડૉ. હેમાંગીબેન પટેલની પ્રેરણાથી તેમના અમેરિકા સ્થિત પુત્ર ચિ. ડૉ. ભાગ્ય પટેલ દ્વારા કરવામાં
પાટણ તાલુકાની કતપુર પ્રાથમિક શાળામાં બાળકોને સ્વેટર વિતરણ


પાટણ, 23 ડિસેમ્બર (હિ.સ.)પાટણ તાલુકાની કતપુર પ્રાથમિક શાળાના બાળકોને શિયાળામાં ઠંડીથી રક્ષણ આપવા સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવાકાર્ય શાળાના શિક્ષિકા ડૉ. હેમાંગીબેન પટેલની પ્રેરણાથી તેમના અમેરિકા સ્થિત પુત્ર ચિ. ડૉ. ભાગ્ય પટેલ દ્વારા કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રવણજી ઠાકોર, નિવૃત્ત શિક્ષક શૈલેષભાઈ પટેલ, હાર્દિકભાઈ વૈષ્ણવ તેમજ શાળા પરિવારના સભ્યો હાજર રહ્યા. ઉપસ્થિત મહાનુભાવોએ ડૉ. હેમાંગીબેન પટેલને તેમના પુત્રના સેવાભાવી કાર્ય બદલ સાલ અને ખેસથી સન્માનિત કર્યા.

આભાર વ્યક્ત કરતાં ડૉ. હેમાંગીબેન પટેલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ‘પંચ પરિવર્તન’ કાર્યક્રમ વિશે માહિતી આપી અને બાળકોમાં રાષ્ટ્રભાવના વિકસાવવા માર્ગદર્શન આપ્યું. સ્વેટર વિતરણથી બાળકો અને શાળા પરિવારના ચહેરા પર ખુશી જોવા મળી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande