પશ્ચિમ રેલવેના મહાપ્રબંધકે ભાવનગર મંડળના કર્મચારીને સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કર્યા
ભાવનગર, 23 ડિસેમ્બર (હિ.સ.) : પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક વિવેક કુમાર ગુપ્તાએ સુરક્ષિત રેલ સંચાલનમાં ઉત્તમ યોગદાન આપનાર 11 કર્મચારીઓને તા. 22.12.2025ના રોજ પશ્ચિમ રેલવે મુખ્યાલય, મુંબઈ ખાતે આયોજિત સમારોહમાં સન્માનિત કર્યા. નવેમ્બર 2025 દરમિયાન ફરજ દર
પુરસ્કારથી સન્માનિત કર્યા


ભાવનગર, 23 ડિસેમ્બર (હિ.સ.) : પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક વિવેક કુમાર ગુપ્તાએ સુરક્ષિત રેલ સંચાલનમાં ઉત્તમ યોગદાન આપનાર 11 કર્મચારીઓને તા. 22.12.2025ના રોજ પશ્ચિમ રેલવે મુખ્યાલય, મુંબઈ ખાતે આયોજિત સમારોહમાં સન્માનિત કર્યા. નવેમ્બર 2025 દરમિયાન ફરજ દરમિયાન તેમની અસાધારણ સતર્કતા, જાગૃતિ અને સમર્પણના કારણે સંભવિત દુર્ઘટનાઓને અટકાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવા બદલ આ સન્માન આપવામાં આવ્યું હતું. આ અવસરે મહાપ્રબંધક વિવેક કુમાર ગુપ્તાએ તમામ પુરસ્કાર વિજેતા કર્મચારીઓની પ્રશંસા કરતાં જણાવ્યું કે તેમની સતર્કતા અને કર્તવ્યનિષ્ઠા રેલવે સુરક્ષા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે અને તેઓ અન્ય કર્મચારીઓ માટે પ્રેરણાસ્રોત છે.

ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે ભાવનગર મંડળના લાઠીદડ રેલવે સ્ટેશન પર કાર્યર ઘનશ્યામ સી. (કાંટેવાળા)ને રેલ સંચાલનની સંરક્ષા પ્રત્યે ઊંચા સ્તરની પ્રતિબદ્ધતા અને સતર્કતા બદલ મહાપ્રબંધક સંરક્ષા પુરસ્કાર (GM Safety Award)થી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે તા. 20.11.2025ના રોજ લાઠીડડ સ્ટેશન પરથી એક માલગાડી પાસ થ્રૂ થઈ રહી હતી. તે દરમિયાન સમપાર ફાટક પર ફરજ પર તૈનાત ઘનશ્યામ સી. (કાંટેવાળા)એ માલગાડીના સાતમા અને આઠમા વેગનમાં હોટ એક્સલના કારણે ચક્રો અત્યંત ગરમ (રેડ હોટ) થયેલી સ્થિતિને તરત ઓળખી લીધી. તેમણે વિલંબ કર્યા વિના ગેટ ફોન દ્વારા સ્ટેશન માસ્ટરને જાણ કરી. સ્ટેશન માસ્ટરે તાત્કાલિક વૉકી-ટૉકી દ્વારા લોકો પાયલટને માહિતી આપી, જેના પરિણામે ગાડીને બ્લોક સેક્શન ખાતે રોકી દેવામાં આવી. ત્યારબાદ સહાયક લોકો પાયલટ દ્વારા જરૂરી સુધારાત્મક કાર્યવાહી કરવામાં આવી અને સ્થિતિ સામાન્ય બન્યા બાદ માલગાડીને તેના ગંતવ્ય માટે સુરક્ષિત રીતે રવાના કરવામાં આવી.

ભાવનગર મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ ઘનશ્યામ સી. (કાંટેવાળા)ને મહાપ્રબંધક સંરક્ષા પુરસ્કાર પ્રાપ્ત કરવા બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા અને જણાવ્યું કે કર્મચારીની ત્વરિત સમજ, સતર્કતા અને જવાબદાર કાર્યશૈલીના કારણે એક સંભવિત ગંભીર દુર્ઘટનાને સમયસર ટાળવી શક્ય બની. તેમણે આ ઘટનાને રેલ સંરક્ષા પ્રત્યે ભાવનગર મંડળની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande