ગોસાબારાના દરિયાકાંઠે માચ્છીમાર યુવાન અને તેના ભાઈ પર મચ્છીયારાઓએ ઘાતક હુમલો કર્યો
પોરબંદર, 23 ડિસેમ્બર (હિ.સ.) : ટુકડા ગામે ગોસાબારા વિસ્તારમાં આવેલ હુસૈની ચોકની બાજુમાં રહેતા અને માચ્છીમારીનો વ્યવસાય કરતા શબ્બીર અબ્દુલ સમા નામના 30 વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તા. 21-12ના બપોરે ત્રણેક વાગ્યે ગોસાબારાના સાયકલોન સ
ગોસાબારાના દરિયાકાંઠે માચ્છીમાર યુવાન અને તેના ભાઈ પર મચ્છીયારાઓએ ઘાતક હુમલો કર્યો


પોરબંદર, 23 ડિસેમ્બર (હિ.સ.) : ટુકડા ગામે ગોસાબારા વિસ્તારમાં આવેલ હુસૈની ચોકની બાજુમાં રહેતા અને માચ્છીમારીનો વ્યવસાય કરતા શબ્બીર અબ્દુલ સમા નામના 30 વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તા. 21-12ના બપોરે ત્રણેક વાગ્યે ગોસાબારાના સાયકલોન સેન્ટર સામે ફિશીગ માટે દરિયામાં જવાની તૈયારી કરતા હતા તે દરમ્યાન ગોસાબારાનો હાસમ ઇસ્માઇલ ઢીમરે ત્યાં આવીને ફરિયાદીના નાનાભાઈ સીકંદરને ‘તે મારી બોટની બેટરી કેમ લીધી?” તેમ કહેતા સીકંદરે એવુ કહ્યુ હતુ કે, ‘મેં તારી બોટની બેટરી લીધી નથી’ તેમ કહેતા હાસમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો બોલવા લાગ્યો હતો. આથી મચ્છીયારાઓ એકત્ર થઇ ગયા હતા અને હાસમને ગાળો બોલવાની ના પાડતા ત્યાંથી જતો રહ્યો હતો. થોડીવાર પછી હાસમ તેના દીકરા ઇમ્તીયાઝ સાથે લાકડાનો ધોકો લઇને આવ્યો હતો અને હાસમે ફરીયાદી શબીરને પકડી રાખ્યો હતો અને ઈમ્તીયાઝ ધોકા વડે મારવા લાગ્યો હતો. જેથી શબીર નીચે પડી જતા તેનો ભાઇ ખમીશા અને અબ્દુલ બચાવવા વચ્ચે પડતા ઈમ્તીયાઝે ખમીશાને પણ માથાના ભાગે ધોકો માર્યો હતો. બુમાબુમ થતા એ ત્યાંથી ચાલ્યા ગયા હતા. ફરીયાદીના માથાના ભાગે લોહી નીકળતુ હોવાથી રૂમાલ વડે અટકાવ્યુ હતું.

થોડીવાર બાદ પુના ઇસ્માઇલ ઢીમર, અસ્લમ અલ્લારખા ઢીમર, ફારૂક હાસમ ઢીમર અને અયુબ હાસમ ઢીમર ત્યાં આવ્યા હતા અને પુનાએ ફરિયાદીને ‘હું ગોસાબારાનો જ્ઞાતિનો આગેવાન છું તમે બધાયે હાસમ ઇસ્માઇલ ઢીમર અને ઇમ્તીયાઝ હાસમ ઢીમર સાથે શા માટે માથાકૂટ કરી છે?’ તેમ કહી અસ્લમે દરિયાકાંઠે પડેલ સીમેન્ટના પથ્થરવાળી લાકડીનો ફરીયાદી પર છુટ્ટો ઘાકર્યો હતો. અને ફારૂક હાસમ ઢીમર તથા અયુબ વગેરે શબ્બીરને મારવા લાગ્યા હતા. જતી વખતે પુનાએ એવુ કહ્યુ હતુ કે તમારે ગોસાબારમાં રહેવુ હોય તો હાસમ અને તેના દીકરા ઇમ્તીયાઝ સાથે સમાધાન કરી લેજો, નહીંતર મારી નાખશુ’ તેમ કહી ચાલ્યા ગયા હતા.ત્યારબાદ પોલીસઅને 108 ને જાણ કરવામાં આવતા ફરીયાદી અને તેના ભાઇ ખમીસાને 108 માં પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલે લવાયા હતા. ખમીસાને પ્રાથમિક સારવાર આપી છુટો કરી દીધો છે જ્યારે ફરિયાદીને દાખલ કર્યો છે. તેથી નવીબંદર પોલીસમથકમાં તમામ છ શખ્સો વિરૂધ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande