પોરબંદરના કુતિયાણા પોલીસ સ્ટેશનમાં યુવાને ઝેરી દવા ગટગટાવી
પોરબંદર, 23 ડિસેમ્બર (હિ.સ.) : કુતિયાણા પોલીસ સ્ટેશનના શૌચાલયમાં એક વ્યક્તિએ એસિડ પી લેતા તેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે વધુ સારવાર માટે અન્ય જિલ્લાની પણ તજવીજ ચાલી રહી છે. પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં સ
કુતિયાણા પોલીસ સ્ટેશનમાં યુવાને ઝેરી દવા ગટગટાવી.


પોરબંદર, 23 ડિસેમ્બર (હિ.સ.) : કુતિયાણા પોલીસ સ્ટેશનના શૌચાલયમાં એક વ્યક્તિએ એસિડ પી લેતા તેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે વધુ સારવાર માટે અન્ય જિલ્લાની પણ તજવીજ ચાલી રહી છે.

પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર લેતા રાજેશભાઈ ચૌહાણના પત્ની ગીતાબેન ચૌહાણે જણાવ્યું હતું કે તેમના પતિ રાજેશભાઈ દારૂની ટેવ ધરાવતા વ્યક્તિ છે અને અવારનવાર દારૂ પી ઘરમાં મારામારી કરે છે તેમના લગ્ન 2011માં થયા હતા અને તેમને સંતાનમાં ચાર દીકરીઓ છે. છેલ્લા 14 વર્ષથી તેમના પતિ રાજેશ દારૂ પીવે છે ગઈકાલે પણ દારૂ પી ઘરે આવ્યા હતા. જેને લઈ તેઓએ પોલીસમાં જાણ કરી હતી જેથી પોલીસની 112 નંબર વાહનમાં બેસાડી પતિ રાજેશ ચૌહાણને કુતિયાણા પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા બાદ તેમણે થોડો સમય બાદ રાજેશે એસિડ પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યા છે. અમારા દ્વારા કોઈપણ એફઆઇઆર નોંધાવવામાં આવી નથી પોલીસને જાણ એટલા માટે કરી હતી કે તેમના પતિ રાજેશ માં સુધારો આવી શકે પરંતુ રાજેશ જેલમાં ન જવાની બીકે એસીડ પી લેતા તેને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande