જૂનાગઢથી જામવાળા સુધીની 100 કિલોમીટરની સાયકલ રેલી યોજાઇ
- સન્ડે ઓન સાઇકલ મુહિમ અંતર્ગત 750 સાયકલ સવારો ઉત્સાહભેર સાયકલ રેલીમાં જોડાયા જુનાગઢ, 23 ડિસેમ્બર (હિ.સ.) : કેન્દ્ર સરકારના માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ ''Fit India Movement'' અંતર્ગત સન્ડે ઓન સાઈકલ વર્ષગાંઠ અંતર્ગત કાર્યક્રમ જૂનાગઢ
જૂનાગઢથી જામવાળા સુધીની


- સન્ડે ઓન સાઇકલ મુહિમ અંતર્ગત 750 સાયકલ સવારો ઉત્સાહભેર સાયકલ રેલીમાં જોડાયા

જુનાગઢ, 23 ડિસેમ્બર (હિ.સ.) : કેન્દ્ર સરકારના માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ 'Fit India Movement' અંતર્ગત સન્ડે ઓન સાઈકલ વર્ષગાંઠ અંતર્ગત કાર્યક્રમ જૂનાગઢ ખાતેની બહાઉદ્દીન કોલેજથી જામવાળા સુધીની ૧૦૦ કિમીની સફળતાપૂર્વક સાયકલ રેલી યોજાઈ હતી.

આ કાર્યકમમાં મ્યુનિસિપલ કમિશ્નર તેજસ પરમાર, ધારસભ્ય સંજયભાઈ કોરડીયા, વિદ્યાર્થીઓ, યુવાનો, રમતવીરો, સાયકલિંગ ક્લબોના સભ્યો, સરકારી અધિકારીઓ અને કર્મચારીગણ, નગરજનો અને ૭૫૦ જેટલા સાઈકલીસ્ટોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ તકે ઉપસ્થિત સર્વેએ સ્વસ્થ જીવનશૈલી અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશો આપ્યો હતો.

આ કાર્યક્રમ દ્વારા લોકોમાં Fit India Movement અંગે જાગૃતિ વધારવામાં આવી હતી અને દૈનિક જીવનમાં સાઈકલિંગ અપનાવવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. આ તકે જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા તમામ સાહભાગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમ જિલ્લા રમત વિકાસ અધિકારી ભૂષણ કુમાર યાદવ એ જણાવ્યુંં હતુ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande