
જૂનાગઢ 23 ડિસેમ્બર (હિ.સ.) : જૂનાગઢ રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના નેતૃત્વમાં શ્રી ઘેલા સોમનાથ થી શરૂ થયેલી જનકલ્યાણ શિવવંદના પદયાત્રા જૂનાગઢ જિલ્લામાંથી પસાર થશે. આ પદયાત્રાનું સોમનાથ ખાતે સમાપન થશે.
આ પદયાત્રાનો રૂટ જૂનાગઢ જિલ્લામાં તા.૨૩-૧૨- ૨૦૨૫ના જેતપુર- જેતલસર - ચોકી - વડાલ અને જૂનાગઢ સુધીનો રૂટ રહેશે, જેમાં જૂનાગઢ ખાતે બાયપાસ રોડ પરની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે રાત્રીરોકાણ કરશે. ઉપરાંત તા.૨૪-૧૨-૨૦૨૫ના રોજ જૂનાગઢ- વંથલી- કણજા ચોકડી- માણેકવાડા -અગતરાય રૂટ પરથી પસાર થશે અને કેશોદ તાલુકાના અગતરાય ગામના પટેલ સમાજ વાડી ખાતે રાત્રીરોકાણ કરશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ