હનુમંત (રાજગઢ) ગામની સીમમાંથી દેશી બનાવટની બંદૂક સાથે એક ઈસમ ઝડપાયો
મહેસાણા, 23 ડિસેમ્બર (હિ.સ.) : મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા હનુમંત (રાજગઢ) ગામની સીમમાંથી ગેરકાયદેસર હથિયાર સાથે એક ઈસમને ઝડપી પાડવામાં એસ.ઓ.જી શાખા, મહેસાણાને મહત્વપૂર્ણ સફળતા મળી છે. એસ.ઓ.જીની ટીમે મળેલી બાતમીના આધારે કાર્યવાહી ક
હનુમંત (રાજગઢ) ગામની સીમમાંથી દેશી બનાવટની બંદૂક સાથે એક ઈસમ ઝડપાયો


મહેસાણા, 23 ડિસેમ્બર (હિ.સ.) : મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા હનુમંત (રાજગઢ) ગામની સીમમાંથી ગેરકાયદેસર હથિયાર સાથે એક ઈસમને ઝડપી પાડવામાં એસ.ઓ.જી શાખા, મહેસાણાને મહત્વપૂર્ણ સફળતા મળી છે. એસ.ઓ.જીની ટીમે મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરી આ ઈસમને દેશી હાથ બનાવટની બંદૂક સાથે પકડી પાડ્યો હતો.

પોલીસ તપાસ મુજબ આરોપી કોઈ ગુનાહિત ઈરાદા સાથે આ ગેરકાયદેસર હથિયાર રાખતો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. એસ.ઓ.જીની ટીમે સ્થળ પર જ જરૂરી કાર્યવાહી કરીને બંદૂક કબજે કરી હતી અને આરોપીને વધુ પૂછપરછ માટે પોલીસ કબજામાં લીધો છે. આ કાર્યવાહીથી મહેસાણા તાલુકા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બનાવવા પોલીસની સતર્કતા ફરી એકવાર સાબિત થઈ છે. ગેરકાયદેસર હથિયારો સામે કડક કાર્યવાહી કરવી એ પોલીસની પ્રાથમિકતા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

આરોપી સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહેસાણા પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરી સહકાર આપવો, જેથી સમાજમાં શાંતિ અને સુરક્ષા જાળવી શકાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande