10,000 થી વધુ વાલીઓ અને વિદ્યાર્થીઓની હાજરીમાં,  અમરેલી ગજેરા કેમ્પસ વિદ્યાસભામાં અલોકિક લાગણી સભર “વડીલ વંદના” અને “વિજય ભવ” કાર્યક્રમ યોજાયો
અમરેલી, 24 ડિસેમ્બર (હિ.સ.) શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ – વિદ્યાસભા ખાતે “વડીલ વંદના” અને “વિજય ભવ” કાર્યક્રમનું ભવ્ય અને ભાવસભર આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે વિદ્યાર્થી, વાલી અને વડીલો એક સાથે જોડાઈ સંસ્કાર, સ્નેહ સાથે સહભાગી બન્યા
10,000 થી વધુ વાલીઓ અને વિદ્યાર્થીઓની હાજરીમાં   અમરેલી ગજેરા કેમ્પસ વિદ્યાસભામાં અલોકિક લાગણી સભર “વડીલ વંદના” અને “વિજય ભવ” કાર્યક્રમ યોજાયો


અમરેલી, 24 ડિસેમ્બર (હિ.સ.) શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ – વિદ્યાસભા ખાતે “વડીલ વંદના” અને “વિજય ભવ” કાર્યક્રમનું ભવ્ય અને ભાવસભર આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે વિદ્યાર્થી, વાલી અને વડીલો એક સાથે જોડાઈ સંસ્કાર, સ્નેહ સાથે સહભાગી બન્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપપ્રજ્વલન સાથે થઈ હતી. જેમાં બાળ વિદ્યાર્થીઓ દ્વારા વડીલોની પૂજા કરી પ્રસંગે પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર મનીષભાઈ વઘાસિયા પોતાના હૃદયસ્પર્શી શબ્દો દ્વારા વિદ્યાર્થીઓને વડીલો પ્રત્યે આદર, સેવા અને સંસ્કારની ભાવના સાથે “વડીલ વંદના” અંતર્ગત વડીલોના જીવનઅનુભવ, મૂલ્યો અને આશીર્વાદોને માન આપીને વડીલોનું પૂજન કરવામાં આવ્યું., જેમાં ઘટના સમગ્ર પરિસરને ભાવવિભોર બનાવી ગઈ. આજના સ્પર્ધાત્મક અને ટેકનોલોજીપ્રધાન યુગમાં વિદ્યાર્થીઓ પર અભ્યાસ, કારકિર્દી અને સામાજિક અપેક્ષાઓનું દબાણ સતત વધી રહ્યો છે.

પરિણામે અનેક વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસનો અભાવ, માનસિક તણાવ તથા નિરાશાની લાગણી જેવી સમસ્યાઓ જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓને સમયસર પ્રેરણા, માર્ગદર્શન અને પરિવારનો સહયોગ મળે તે આજના સમયમાં અત્યંત આવશ્યક બની ગયું છે. આ હેતુસર વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી “વિજય ભવ” નામે એક વિશેષ મોટીવેશનલ કાર્યક્રમનું આયોજન થયું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, સકારાત્મક વિચારધારા અને જીવન પ્રત્યેનો ઉત્સાહ વિકસે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું તેઓ વિદ્યાર્થીઓને જીવનમાં આવતાં પડકારોને કેવી રીતે સકારાત્મક રીતે સ્વીકારી સફળતાની દિશામાં આગળ વધવું તે અંગે માર્ગદર્શન અપાયુ. માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ એક લાગણીસભર સંદેશ બની ગયું હતું.

આ કાર્યકમમાં પ્રમુખ વસંતભાઈ ગજેરા,ઉપપ્રમુખ હેમેન્દ્રભાઈ મહેતા,ધીરજ પુજારા,અગ્રણી ઉદ્યોગપતિ મગનભાઈ શ્રોફ, ભવાંનભાઈ ભગત,અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, દિનેશભાઇ ભૂવા,મંત્રી ચતુરભાઈ ખુંટ, મનસુખભાઈ ધાનાણી, કિશોરભાઇ મહેતા,મનસુખભાઇ બોદર,ખોડાભાઈ સાવલિયા, અમે.કે.સાવલિયા,કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણી, પંકજભાઈ મહેતા,ગીરીશભાઈ ભીમાણી,સી.પી.ગોંડલીયા,ચિરાગભાઈ ગજેરા વગેરે મહેમાનશ્રીઓની ખાસ ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના સુપરવાઈઝરશ્રીઓ અને તમામ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande