પાટણમાં ‘સેગ્રેગેટેડ ટુડે, શાઈન ટુમોરો’ અંતર્ગત સફાઈ ઝુંબેશ
પાટણ, 24 ડિસેમ્બર (હિ.સ.) : પાટણ નગરપાલિકા દ્વારા શહેરના ત્રણ દરવાજાથી સુભાષ ચોક સુધી બુધવારે વહેલી સવારે સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી. ‘સેગ્રેગેટેડ ટુડે, શાઈન ટુમોરો’ થીમ હેઠળ યોજાયેલી આ ઝુંબેશનો હેતુ શહેરને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાનો હતો. આ અ
પાટણમાં ‘સેગ્રેગેટેડ ટુડે, શાઈન ટુમોરો’ અંતર્ગત સફાઈ ઝુંબેશ


પાટણમાં ‘સેગ્રેગેટેડ ટુડે, શાઈન ટુમોરો’ અંતર્ગત સફાઈ ઝુંબેશ


પાટણ, 24 ડિસેમ્બર (હિ.સ.) : પાટણ નગરપાલિકા દ્વારા શહેરના ત્રણ દરવાજાથી સુભાષ ચોક સુધી બુધવારે વહેલી સવારે સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી. ‘સેગ્રેગેટેડ ટુડે, શાઈન ટુમોરો’ થીમ હેઠળ યોજાયેલી આ ઝુંબેશનો હેતુ શહેરને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાનો હતો.

આ અભિયાનનું માર્ગદર્શન મુખ્ય અધિકારી હિરલબેન ઠાકરે આપ્યું હતું. મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર આસમાનભાઈ અને તેમની ટીમે સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરી સફાઈ કામદારોની હાજરી તથા કાર્યની ઝીણવટભરી તપાસ કરી હતી. ઝુંબેશ દરમિયાન નગરપાલિકાની ટીમે વેપારીઓ અને નાગરિકોને જાહેરમાં ગંદકી ન કરવા, ફરજિયાત ડસ્ટબિન રાખવા અને રોડ-રસ્તા પર પાણી ન ઢોળવા અંગે કડક સૂચનાઓ આપી. શહેરના મુખ્ય બજાર અને રસ્તાઓમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે આવી ઝુંબેશ આગળ પણ ચાલુ રાખવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande