અમરેલીમાં 88,287 વિદ્યાર્થીઓને દૈનિક પૌષ્ટિક આહાર
અમરેલી,24 ડિસેમ્બર (હિ.સ.) બાળકોના સ્વાસ્થ્ય અને શિક્ષણનો મજબૂત આધાર ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના, બાળકોના સ્વાસ્થ્યની સાથે-સાથે શિક્ષણને સશક્ત બનાવતી રાજ્ય સરકારની મહત્વપૂર્ણ યોજના ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ અમરેલી જિલ્લામાં સફળત
અમરેલીમાં 88,287 વિદ્યાર્થીઓને દૈનિક પૌષ્ટિક આહાર


અમરેલી,24 ડિસેમ્બર (હિ.સ.) બાળકોના સ્વાસ્થ્ય અને શિક્ષણનો મજબૂત આધાર ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના, બાળકોના સ્વાસ્થ્યની સાથે-સાથે શિક્ષણને સશક્ત બનાવતી રાજ્ય સરકારની મહત્વપૂર્ણ યોજના ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ અમરેલી જિલ્લામાં સફળતાપૂર્વક અમલમાં છે. આ યોજના અંતર્ગત અમરેલી જિલ્લોની સરકારી તથા ગ્રાન્ટ-ઈન-એઈડ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 8ના કુલ 88,287 વિદ્યાર્થીઓને દરરોજ પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવી રહ્યો છે.

અમરેલી જિલ્લાની કુલ 766 શાળાઓમાં આ યોજના અંતર્ગત બાળકોને નિયમિત રીતે પૌષ્ટિક અને સંતુલિત આહાર પીરસવામાં આવે છે. આ અલ્પાહારમાં ઘઉં આધારિત વાનગીઓ, પ્રોટીન સમૃદ્ધ ખોરાક, ચણા, શીંગ, મગ તેમજ પરંપરાગત સુખડી જેવી વાનગીઓનો સમાવેશ થાય છે. આથી બાળકોને જરૂરી ઊર્જા, પ્રોટીન અને પોષક તત્વો મળતા રહે છે, જે તેમના શારીરિક તેમજ માનસિક વિકાસ માટે અત્યંત જરૂરી છે.

યોજનાના અમલથી બાળકોની હાજરીમાં વધારો થયો છે અને પોષણની અછત સામે અસરકારક રીતે લડત મળી છે. શિક્ષકો અને વાલીઓનું પણ માનવું છે કે નિયમિત પૌષ્ટિક અલ્પાહારથી બાળકો વધુ સક્રિય બને છે અને અભ્યાસમાં રસ વધે છે. આમ, મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અમરેલી જિલ્લામાં બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે મજબૂત આધારસ્તંભ બની રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande