પોરબંદરમાં 'વોકલ ફોર લોકલ' દ્વારા સ્વરોજગારીની નવી દિશા
પોરબંદર, 24 ડિસેમ્બર (હિ.સ.) : રાજકોટના વતની ચંદ્રેશભાઈ રાઠોડ આજે પરંપરાગત હસ્તકલાના ક્ષેત્રમાં એક નવું નામ બનીને ઉભરી રહ્યા છે. તેઓ વર્ષો જૂની ''રાજકોટી પટોળા''ની કલાને જીવંત રાખવાનું કામ કરી રહ્યા છે. તાજેતરમાં પોરબંદરમાં આયોજિત વાઈબ્રન્ટ ગુજરા
પોરબંદરમાં 'વોકલ ફોર લોકલ' દ્વારા સ્વરોજગારીની નવી દિશા.


પોરબંદરમાં 'વોકલ ફોર લોકલ' દ્વારા સ્વરોજગારીની નવી દિશા.


પોરબંદર, 24 ડિસેમ્બર (હિ.સ.) : રાજકોટના વતની ચંદ્રેશભાઈ રાઠોડ આજે પરંપરાગત હસ્તકલાના ક્ષેત્રમાં એક નવું નામ બનીને ઉભરી રહ્યા છે. તેઓ વર્ષો જૂની 'રાજકોટી પટોળા'ની કલાને જીવંત રાખવાનું કામ કરી રહ્યા છે. તાજેતરમાં પોરબંદરમાં આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ સમીટના જિલ્લા સ્તરીય કાર્યક્રમમાં વોકલ ફોર લોકલ મેળામાં તેમને મળેલ સ્ટોલ સરકારની 'વોકલ ફોર લોકલ' અને 'આત્મનિર્ભર ભારત' જેવી નેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

ચંદ્રેશભાઈ જણાવે છે કે, વાઈબ્રન્ટ ગુજરાત જેવા પ્લેટફોર્મ દ્વારા તેમને ખૂબ જ મોટો સહકાર મળ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત તેમને પોરબંદરમાં એક સ્ટોલ ફાળવવામાં આવ્યો હતો. આ સ્ટોલના માધ્યમથી તેઓ બહોળી સંખ્યામાં લોકો સુધી પોતાની કલા પહોંચાડવામાં સફળ રહ્યા છે.

સામાન્ય રીતે લોકો પાટણના પટોળાથી પરિચિત હોય છે, પરંતુ ચંદ્રેશભાઈએ રાજકોટી પટોળાની વિશેષતા સમજાવતા કહ્યું કે, આ સાડીઓમાં એક તારમાં સુંદર ડિઝાઇન અને બીજો તાર પ્લેન હોય છે, જે તેને પાટણના પટોળાથી અલગ અને ખાસ બનાવે છે. ન માત્ર સાડી પરંતુ ચંદ્રેશભાઈ રાજકોટી પટોળા દ્વારા હાથ રૂમાલ, ચુંદરી, શાલ, સહીત જમાનાની માંગ પ્રમાણે ટાઈ, બ્લેજર, સુટ સહીત અનેક વસ્ત્રો બનાવી રહ્યા છે.

ચંદ્રેશભાઈ માટે આ માત્ર એક પ્રદર્શન નહોતું, પરંતુ સ્વરોજગાર અને ઉદ્યોગ સાહસિકતા તરફનું એક મજબૂત ડગલું હતું. સરકારની પ્રોત્સાહક નીતિઓને કારણે તેમના જેવી યુવા પ્રતિભાઓને પોતાના હસ્તકલાના વારસાને વ્યવસાયિક રૂપ આપવાની તક મળી છે.

ચંદ્રેશભાઈ કહે છે કે, હું સરકારશ્રીનો અને EDIIનો ખુબ ખુબ આભારી છું કે તેમણે મને આવું પ્લેટફોર્મ પૂરું પાડ્યું. આવા કાર્યક્રમો દ્વારા જ આપણી હસ્તકલાની ચીજો જે લુપ્ત થઈ રહી છે, તેને જાળવી રાખવામાં મદદ મળે છે. આ એક ઉત્તમ આયોજન છે અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો થતા રહે તેવી મારી ઈચ્છા છે.

ચંદ્રેશભાઈની આ વાર્તા એ સાબિત કરે છે કે જો યુવા રોજગાર અને લોકલ પ્રોડક્ટ્સને યોગ્ય પ્રોત્સાહન મળે, તો ગુજરાતની પરંપરાગત કલા વિશ્વ સ્તરે ઝળકી શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande