
વલસાડ, 24 ડિસેમ્બર (હિ.સ.) : કપરાડા તાલુકાના ગામોમાં ખેડૂતોને ડ્રીપ ઇરીગેશન માટે સહાય આપી નિદર્શન આપવામાં આવ્યું. હાર્ટફુલનેસ ઇન્સ્ટિટ્યૂટ અને રોટરી રિવર સાઇડના આર્થિક સહયોગથી કપરાડા તાલુકાના સીલધા ગામે 11 જેટલા ખેડૂતોને ડ્રીપ ઇરીગેશન સાધન સહાયના પ્રારંભિક વિતરણ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સિલઘા ખાતે આવેલ હાર્ટફુલનેસ ધ્યાન કેન્દ્ર ખાતે આયોજિત કાર્યક્રમમાં હાર્ટફુલનેસ સંસ્થા અને રોટરી રિવર સાઈડના સ્વયંસેવકો દ્વારા ખેડૂતોને પ્રત્યક્ષ રીતે ટપક સિંચાઈ માટેના સાધનો અર્પણ કરવામાં આવ્યા હતા. નેટાફિમના રાજેન્દ્ર રાઠોડ એ ડ્રીપ ઇરીગેશનની વિસ્તૃત જાણકારી નિદર્શન થકી આપી હતી. જેને ખેડૂતો દ્વારા સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો.
ટપક સિંચાઈ સાધન સહાય વિતરણના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને હાર્ટફુલનેસ રિલેક્સેશન અને ધ્યાનનો અનુભવ કરાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં હિતેન્દ્રભાઈ, વિલેશભાઈ, ગણેશભાઈ તથા રોટરી રિવર સાઇડના પરાગભાઈ, વિરલભાઈ, જીગરભાઈ તથા અન્ય લોકો જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે