
ગીર સોમનાથ 24 ડિસેમ્બર (હિ.સ.)આશીર્વાદ ફાઉન્ડેશન અને GHCL બંનેના સયુંકત ઉપક્રમે ભાલકા રિસોર્ટ-ઈણાજ માં આશા વર્કર સાથે કેન્સર જાગુતી કાર્યક્રમ યોજાયો હતો જેમાં 80 બહેનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આરોગ્ય વિભાગ ઈણાજ ના RCHO ડો. અરુણ રોય, ADHO ડો. એચ.ટી. કણસાગરા, ગીરીશભાઈ કાલડીયા- NCD ઓફીસર, પદ્મનાથસિંહ NCD-ઓફીસર, GHCL ફાઉન્ડેશનના CSR હેડ રમેશ મકવાણા, પ્રોગ્રામ ઓફીસર જીતેદ્ન્ર ભટ્ટ, આશીર્વાદ ફાઉન્ડેશનના પ્રોગ્રામ મેનેજર શ્રીમતી પારુલ પ્રજાપતિ , કોર્ડીનેટર દર્શના તેરૈયા અને પૂનમ માવદીયા હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં આવેલ તમામ અધિકરીઓએ બ્રેસ્ટ કેન્સરનો ભરડો દિન-પ્રતિદિન કેટલો વધી રહ્યો છે તે અંગે ખુબ જ સરળ ભાષામાં સમજ આપી હતી આ સાથે આશીર્વાદ ફાઉન્ડેશનના પારુલ પ્રજાપતિ એ બ્રેસ્ટ કેન્સરના ભારત અને ગુજરાતના આંકડાઓ વિષે, બ્રેસ્ટ કેન્સરના પરિબળો, લક્ષણો અને સ્વ તપાસ,ઉમર સાથે જરૂરી ટેસ્ટ બાબત પર ભાર મુક્યો હતો. આ રોગ નાની ઉમરની બહેનોમાં પણ જોવા મળે છે. આ રોગ જો ત્રીજા અને ચોથા સ્ટેજ પર આવેતો આપણે પૈસાથી પાયમાલ થઇ જઈએ છીએ અને વ્યક્તિની બચવાની શક્યતાઓ ઘટી જાય છે.
આ સાથે કેન્સર એટેલ “કેન્સલ” નહિ અને એનાથી ડરવાની જરૂર નથી સમય સાથે નિદાન કરાવવાથી. આપણે આ રોગમાંથી બચી શકીએ છીએ.
ગ્રામ્ય વિસ્તારની બહેનોમાં બ્રેસ્ટ કેન્સર અંગે વધુ સમજણ આવે તે હેતુસર 15 ગામની 50 આશા વર્કર બહેનો તેમજ 30 આગેવાન બહેનો કુલ મળીને 80 બહેનો તેમજ આરોગ્ય વિભાગ, GHCL ફાઉન્ડેશન, અને આશીર્વાદ ફાઉન્ડેશન ત્રણેયના સંયુક્ત પ્રયાસથી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ