દરિયા કિનારે આનંદ માણતા સેંકડો પ્રવાસીઓ સોમનાથમાં નાતાલ પૂર્વે પ્રવાસીઓની ભિડજોવામળીરહીછે
ગીર સોમનાથ 24 ડિસેમ્બર (હિ.સ.) ગીર સોમનાથમાં નાતાલ પર્વની પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. સોમનાથના સમુદ્ર તટે સંધ્યા દર્શન,કેમલ-અશ્વ સ્વારી, ખાણી-પીણીની મોજ અને પરિવાર સાથે સમુદ્ર સાથેની તસ્વીરો કલીક તેમજ સમુદ્ર રેતીમાં પરિવારો સાથે બેસી અલક-મલકની
દરિયા કિનારે આનંદ માણતા સેંકડો પ્રવાસીઓ


ગીર સોમનાથ 24 ડિસેમ્બર (હિ.સ.) ગીર સોમનાથમાં નાતાલ પર્વની પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. સોમનાથના સમુદ્ર તટે સંધ્યા દર્શન,કેમલ-અશ્વ સ્વારી, ખાણી-પીણીની મોજ અને પરિવાર સાથે સમુદ્ર સાથેની તસ્વીરો કલીક તેમજ સમુદ્ર રેતીમાં પરિવારો સાથે બેસી અલક-મલકની વાતો સાથે સૌ મોજ માણી રહ્યા છે.સોમનાથના પ્રસાદ લેવાના કાઉન્ટર ઉપર લાંબી-લાંબી કતારો લાગે છે. તેવી જ રીતે ભોજનાલય પણ પ્રવાસીઓથી ઉભરાય છે સોમનાથમાં બહારગામથી ભાવિકો દ્વારા અતિ મહારૂદ્ર યજ્ઞ અને શિવપુરાણ કથા ચાલી રહેલ છે. તેમાં પણ અંદાજે બે હજાર જેટલા ભાવિકો આવેલા છે.જે અધ્યાત્મ કથાપાન કરી ચુકયા છે. આમ નાતાલ પુર્વે જ સોમનાથ ખાતે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande