રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સુત્રાપાડા તાલુકાના, દરેક મંડળ માં ઘર ઘર સંપર્ક અભિયાન
સંઘ શતાબ્દી વર્ષ નિમિતે, સંઘના સ્વયંસેવકો દ્વારા પંચ પરિવર્તન દ્વારા સમાજ જાગરણ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સુત્રાપાડા


ગીર સોમનાથ 24 ડિસેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ રાષ્ટ્રીય ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત સુત્રાપાડા તાલુકાના દરેક મંડળ માં સંઘના કાર્યકર્તા તથા સ્વયંસેવકો અને સમાજની સજ્જન શક્તિના સહયોગ દ્વારા સામાજિક જાગરણના હેતુથી તારીખ ૧૩ ડિસેમ્બર ૨૦૨૫ થી ૪ જાન્યુઆરી ૨૦૨૬ સુધી સુત્રાપાડા તાલુકાના અલગ અલગ પ્રશ્નાવડા મંડળ, મંડળ,ધામળેજ મંડળ, પ્રાંસલી મંડળ, સુત્રાપાડા મંડળ, પ્રાંચી મંડળ ટુકડીઓ અને ૫૦૦ થી વધુ કાર્યકર્તા દ્વારા ઘરે ઘરે સુત્રાપાડા તાલુકાના દરેક ગામે જઈ અને ઘરોમાં પંચ પરિવર્તન વિચાર વિમર્શ અને પત્રિકા પુસ્તક અને સંવાદના માધ્યમથી પહોંચાડવા માટે કાર્યરત બન્યા છે.

સ્વયંકસેવકો ગામો રાષ્ટ્ર સેવા માટે આહવાન કરવામાં આવનાર છે. ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત સુત્રાપાડા તાલુકાના દરેક ગામે જઈ અને ઘરે ઘરે જઈને સમાજ સાથે સંવાદ અને સનાતન સંસ્કાર તેમજ વિશ્વના સૌથી મોટા સંગઠન દ્વારા આમ તો નિયમિતરૂપથી સમાજ પરિવર્તન અને સમસ્યાઓના સમાધાન માટે સતત કાર્યરત રહે છે. સંઘ શતાબ્દી વર્ષથી મહત્વના પાંચ વિષયો પર સજ્જનશક્તિના સહયોગથી જનજાગરણ માટે વિશેષ પ્રયત્ન પંચ પરિવર્તન જેમાં સામાજિક સમરસતા, પર્યાવરણ સંરક્ષણ, કુટુંબ પ્રબોધન, સ્વ આધારિત જીવન અને નાગરિક કર્તવ્ય બોધ આ વિષયો સાથે નિયમિત રૂપથી સ્વયંકસેવક અને કાર્યકર્તાઓ નગરમાં પ્રવાસ કરી ઘર ઘર સંઘ હર ઘર સંઘ યોજનાને લઈને જઈ રહ્યા છે ત્યારે સમાજમાંથી પણ આવકાર્ય પ્રતિસાદ મળી રહ્યો છે. સ્વયંસેવકો દ્વારા પરિવારમાં જઈને વિષયોનો સંવાદ કરે છે તથા કરશે.

આ અભિયાન દ્વારા સુત્રાપાડા તાલુકામાં સૌપ્રથમ વખત સંપર્કિત પરિવારોની યાદી બનશે. સમાજમાં પંચ પરિવર્તનની દિશામાં કાર્ય રુચિ ધરાવતા કાર્યકર્તાઓ નિર્માણ થાય અને રાષ્ટ્ર કાર્યમાં કાર્યરત થાય તે માટે પ્રયત્ન કરવામાં આવશે. સંઘ પરિચય વર્ગ, સંઘના અભ્યાસવર્ગો અને સંઘની સેવા તથા જાગૃતિ જેવી જાગરણ અને ગતિવિધિ જેવી શ્રેણીઓથી લઈને ભવિષ્યની સંઘ પ્રવૃત્તિમાં સજ્જન શક્તિ સમાજમાંથી જોડાય તેવો પણ એક આશય આ અભિયાનનો રહેલો છે. આ અભિયાન કાર્યકર્તા પ્રશિક્ષણ અભ્યાસ વર્ગ અને એકત્રીકરણ બેઠક તથા મંડળ સહ બેઠક કરવામાં આવી તેમજ સંઘના કાર્યકર્તાઓ તથા સ્વયંસેવકો સાથે સમાજની સજ્જન શક્તિઓને જોડાવામાં આવી છે. ટોળી રચના માટે પણ સંઘ શક્તિ સાથે સમાજ શક્તિનું સંયોજન કરવામાં આવ્યું છે.

આજે આ અભિયાન દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતભરમાં સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે સમાજ જાગરણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે સુત્રાપાડા તાલુકાના ઠેર ઠેર સમાજ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આવકાર મળી રહ્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સુત્રાપાડા તાલુકાના કાર્યવાહ રાજેન્દ્રગીરી અપારનાથી દ્વારા આ માહિતી આપવામાં આવી હતી

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande