
ગીર સોમનાથ, 24 ડિસેમ્બર (હિ.સ.) સરકારી શાળા કેવળ કેળવણી નહીં પણ રાષ્ટ્ર માટે સમર્પિત નાગરિકોનું નિર્માણ કરવાનું પણ કાર્ય કરે છે. બાળકોના સર્વાંગીણ વિકાસ અને દેશની સંસ્કૃતિ અને ઇતિહાસનું ગૌરવ દરેક બાળકોમાં સંસ્કારરૂપે સંસ્થાપિત થાય તે દિશામાં સરકાર દ્વારા પણ વખતોવખત વિશેષ દિવસની ઉજવણી કરવામાં આવે છે તેના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્યની પ્રત્યેક શાળાઓમાં વીર બાળ દિવસ અંતર્ગત ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામની ગાયત્રી સીમ પ્રાથમિક શાળા ખાતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા .
જેમાં બાળકો દ્વારા વીર બાળકોની પ્રતિમા અને બેનર સાથે પ્રભાત ફેરીનું સૂત્રોચ્ચાર સાથે આયોજન કરવામાં આવ્યું અને ત્યારબાદ શાળામાં વિધાર્થીઓ દ્વારા નિબંધ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા પણ આયોજન કરવામાં આવી હતી. વધુમાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરવામાં આવ્યા જેમાં તલવારબાજી સ્પર્ધા અને અભિનય તેમજ વીર બાળકોના ગીત પણ સમાવેશ કરી શકાય અને સૌ શિક્ષક અને વિધાર્થીઓ દ્વારા સાથે મળીને ચાર શાહીબજાદે બાળ ફિલ્મ નિદર્શન કરવામાં આવી તે સાથે મળીને નિહાળવામાં આવી હતી અને ફિલ્મના અંતે પ્રશ્નોતરી કરવામાં આવી અને આજના દિવસનું વિશેષ મહત્વ શાળાના આચાર્ય રાજેશ સોલંકી દ્વારા સમજાવવામાં આવ્યું હતું તેમજ વીર બાળ દિવસ કાર્યક્રમનું સમગ્ર સંચાલન શાળાના શિક્ષક લલિતાબેન ચારિયા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ વાક્ય દરેક ભારતીયના જીવનમાં અને સંસ્કારમાં જોવા મળે છે. દશામાં શીખ ગુરુ ગોવિંદસિંહના બાળકો સાહિબઝાદા ઝોરાવરસિંહ અને સહિબઝાદા ફતેસિંહ ઉંમર ૯ વર્ષ અને ૬ વર્ષના બાળકોના મહાન, બહાદુરી અને સર્વોચ્ચ બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે વીર બાલ દિવસની ઉજવણી સમગ્ર ગુજરાત રાજ્યમાં કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ