જામનગરમાં 37 વર્ષના આઈટી એન્જિનિયરનું હાર્ટએટેકથી મૃત્યુ : પખવાડિયા પૂર્વે જ થયા હતા લગ્ન
જામનગર, 24 ડિસેમ્બર (હિ.સ.) : હાલારમાં હાર્ટએટેકના હુમલાનું પ્રમાણ વઘ્યું છે, જામનગર શહેરના રાજ પાર્કમાં રહેતા હજુ ૧૫ દિવસ પહેલા લગ્ન થયેલ યુવાનનું હ્દયરોગના હુમલાથી અવસાન થયું છે. હજુ ગયા શુક્રવારે જ નાયબ મામલતદારનું હ્યદયરોગના હુમલાની શાહી હજુ સ
હાર્ટએટેકથી યુવાનનું મોત


જામનગર, 24 ડિસેમ્બર (હિ.સ.) : હાલારમાં હાર્ટએટેકના હુમલાનું પ્રમાણ વઘ્યું છે, જામનગર શહેરના રાજ પાર્કમાં રહેતા હજુ ૧૫ દિવસ પહેલા લગ્ન થયેલ યુવાનનું હ્દયરોગના હુમલાથી અવસાન થયું છે. હજુ ગયા શુક્રવારે જ નાયબ મામલતદારનું હ્યદયરોગના હુમલાની શાહી હજુ સુકાઇ નથી ત્યાં ૩૭ વર્ષના યુવાનનું હ્યદયરોગના કારણે અવસાન થતાં પરિવારજનોમાં પર આભ ફાટી પડ્યો છે, ૧પ દિવસની જ નવોઢા વિધવા બની ગઇ છે, બે બહેનોનો એકનો એક ભાઇ ન રહેતા પરિવારમાં ચોમેર આક્રંદ છવાઇ ગયો છે અને વધુ એક વખત હાલારમાં કાર્ડીયાએરેસ્ટના ચિંતાજનક કિસ્સા વધતા દેખાઇ રહ્યા છે, જેમાં યુવાનોનો પણ સમાવેશ છે.

આઇટી કંપનીમાં ફરજ બજાવતા અને રાજ પાર્ક શેરી નં. ૩ ખાતે રહેતા હાર્દિક મનહરભાઇ પરમાર (ઉ.વ. ૩૭) નું સોમવારે બપોરે ર વાગ્યાની આસપાસ ચાલુ ફરજે હ્યદગરોગનો હુમલો આવતા અવસાન થયું હતું. કરૂણાંતિકા વધુ એ છે કે હજુ ગત છઠ્ઠી ડિસેમ્બર શનિવારના રોજ તેમની વાજતે ગાજતે જામખંભાળીયા ખાતે જાન ગઇ હતી અને નરેન્દ્રભાઇ મોહનભાઇ કણઝારીયાની સુપુત્રી રિંકલ સાથે વિવાહ થયા હતા, ૧પ દિવસ બાદ જ આ યુવાન વરરાજાનું નિધન થતાં બન્ને પરિવારો પર આભ તૂટી પડ્યું છે.

હાલારમાં છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં હ્યદયરોગના હુમલાનું પ્રમાણ ચિંતાજનક રીતે વઘ્યું છે ત્યારે પરમાર પરિવારના વધુ એક યુવાનનું હ્યદગરોગના હુમલાથી મૃત્યુ નિપજતાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે. હાર્દિક બે બહેનોનો એક જ ભાઇ હતો, બન્ને બહેનોમાં નાનો હોવાથી પરિવારમાં પણ ખૂબ જ લાડકો હતો, હજુ તા. ૧૮/૧૧/ર૦રપ ના રોજ જન્મદિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી, લગ્નના ૧પ દિવસ બાદ જ હાર્દિકનું હ્યદગરોગના હુમલાના કારણે મૃત્યુ થતાં સમગ્ર રાજપાર્કમાં પણ શોકનો માહોલ છવાઇ જવા પામ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande