
વલસાડ, 24 ડિસેમ્બર (હિ.સ.)-વલસાડ જિલ્લામાં ગેરકાયદે રીતે ગાયોનું પરિવહન કરવામાં આવી રહ્યું હોવાની માહિતીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન એક ટેમ્પોને અટકાવી તપાસ કરતા તેમાં નિયમ વિરુદ્ધ ગાયો ભરેલી હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે ટેમ્પો ડ્રાઈવરની તાત્કાલિક ધરપકડ કરી હતી અને ગાયો સહિત કુલ ₹3.69 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે પોલીસે જરૂરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે અને ગાયો ક્યાં લઈ જવાઈ રહી હતી તે બાબતે વધુ તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે