ગુજરાત વિધાનસભા સચિવાલયની ખાતરી સમિતિએ, જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા નિહાળ્યો : સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયની પણ મુલાકાત લીધી
ગીર સોમનાથ, 24 ડિસેમ્બર (હિ.સ.) જૂનાગઢ ગુજરાત વિધાનસભા સચિવાલયની ખાતરી સમિતિના સભ્યોએ ઉપરકોટના કિલ્લાની અને સકકરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. આ દરમિયાન પ્રવાસીઓ માટે જરૂરી સુવિધાઓ અને વ્યવસ્થાઓનુ નિરીક્ષણ કર્યુ હતુ. ખાતરી સમિતિના પ્રમ
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા નિહાળ્યો :


ગીર સોમનાથ, 24 ડિસેમ્બર (હિ.સ.) જૂનાગઢ ગુજરાત વિધાનસભા સચિવાલયની ખાતરી સમિતિના સભ્યોએ ઉપરકોટના કિલ્લાની અને સકકરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. આ દરમિયાન પ્રવાસીઓ માટે જરૂરી સુવિધાઓ અને વ્યવસ્થાઓનુ નિરીક્ષણ કર્યુ હતુ.

ખાતરી સમિતિના પ્રમુખ અને ધારાસભ્ય કિરીટસિંહ રાણા અને સમિતિના સભ્ય સર્વ ભગવાનભાઈ બારડ, કિરીટસિંહ ડાભી, સુખાજી ઠાકોર, કિરિટભાઇ પટેલે આજ રોજ ઐતિહાસિક ઉપરકોટની મુલાકાત લીધી હતી. આ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતની સમૃદ્ધ ઉપરકોટ કિલ્લાને જોઈને સમિતિના સભ્યો અભિભૂત થયા હતા. આ ઉપરાંત ગુજરાતના ગૈારવ સમાન સકકરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત પણ કરી હતી. આ મુલાકાતો દરમિયાન પ્રવાસીઓ માટે સુવિધાઓ અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ પ્રવાસીઓ સાથે સંવાદ સાધ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ઉપરકોટની અને સકકરબાગ પ્રાણી સંગ્રહાલયની દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે ત્યારે પ્રવાસીઓ માટે કરવામાં આવેલી સુવિધાઓ સંદર્ભે જરૂરી સૂચનો અધિકારીઓને કર્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande