ટેકાના ભાવે ખરીદ થયેલ જણસના ચુકવણામાં, ૭ દિવસથી વધુ વિલંબ થાય તો બેંક ખાતાની વિગતો ચકાસવી
જુનાગઢ, 24 ડિસેમ્બર (હિ.સ.) જૂનાગઢ ખરીફ પાકો માટે હાલમાં ટેકાના ભાવે ખરીદી- ૨૦૨૫ અંતર્ગત મગફળી, સોયાબીન, મગ અને અડદ પાકની ખરીદી જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકામાં તા. ૦૯/૧૧/૨૦૨૫ થી શરૂ છે. ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ કરેલ પાકનું પેમેંટ ખેડૂતોએ નોંધણી મ
ટેકાના ભાવે ખરીદ થયેલ જણસના ચુકવણામાં, ૭ દિવસથી વધુ વિલંબ થાય તો બેંક ખાતાની વિગતો ચકાસવી


જુનાગઢ, 24 ડિસેમ્બર (હિ.સ.) જૂનાગઢ ખરીફ પાકો માટે હાલમાં ટેકાના ભાવે ખરીદી- ૨૦૨૫ અંતર્ગત મગફળી, સોયાબીન, મગ અને અડદ પાકની ખરીદી જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકામાં તા. ૦૯/૧૧/૨૦૨૫ થી શરૂ છે. ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ કરેલ પાકનું પેમેંટ ખેડૂતોએ નોંધણી માટે આપેલ આધાર કાર્ડ સાથે જોડાયેલ બેંક ખાતામાં વેચાણ બાદ સેંટ્રલ નોડલ એજન્સી (CAN) દ્વારા દિન – ૭માં કરવાનું રહે છે. ચુકવણા બાબતે જે ખેડૂતોના ખાતામાં સમયમર્યાદામાં રકમ જમા થયેલ ન હોય તો આપે વેચાણ કરેલ ખરીદ સેન્ટર પર બેંક ખાતાની વિગતોની ચકાસણી કરાવી અને પેમેંટની સ્થિતિ જાણવાની રહેશે.

બેંક ખાતામાં કોઇ ક્ષતી જણાઇ આવે અથવા અન્ય કારણોથી પેમેંટ થવામાં વધારે સમય થયેલ હોય તો આધાર પુરાવા સહ લગત મંડળીનો સંપર્ક કરવા અથવા સ્ટેટ લેવલ એજન્સીના હેલ્પલાઇન નંબર ૯૮૫૯૮ ૩૩૧૧૧ પર સંપર્ક કરવો તેમજ નિરાકરણ ના થએ ખેતીવાડી શાખા જિલ્લા પંચાયત જૂનાગઢને સાધનિક કાગળો સહ અરજી કરવા જૂનાગઢ જિલ્લા પંચાયત જિલ્લા ખેતીવાડી અધિકારીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande