જામનગરમાં યોજાયેલા સાંસદ ખેલ મહોત્સવનું પીએમ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સમાપન
જામનગર, 24 ડિસેમ્બર (હિ.સ.) : દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં સાંસદ ખેલ મહોત્સવનું આયોજન થયેલ હતુ. દેશમાં રમતોનો આધારભૂત ઢાંચો મજબુત બને, આપણા ખેલાડીઓનું મનોબળ વધે તેમજ રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરે અને તંદુરસ્ત, સ્વસ
સાંસદ ખેલ મહોત્સવ


જામનગર, 24 ડિસેમ્બર (હિ.સ.) : દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં સાંસદ ખેલ મહોત્સવનું આયોજન થયેલ હતુ. દેશમાં રમતોનો આધારભૂત ઢાંચો મજબુત બને, આપણા ખેલાડીઓનું મનોબળ વધે તેમજ રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરે અને તંદુરસ્ત, સ્વસ્થ જીવનશૈલી વિશે જાગૃત બને તેવા ઉદેશથી સશકત યુવા પેઢીના નિર્માણની દિશામાં પ્રેરક પગલાના ભાગરૂપે 12 જામનગર-દેવભૂમિ દ્વારકા લોકસભા વિસ્તારના સંસદીયક્ષેત્રના લોકો માટે હાલારના સાંસદ પૂનમબેન માડમ દ્વારા સાંસદ ખેલ મહોત્સવ-2025 નું દરેક સ્તરે સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ.

જેનો શુભારંભ તા.29/8/2025 ના કર્ટેન રેઈઝન કાર્યક્રમ દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થયેલ, ત્યારબાદ પ્રથમ ચરણમાં તા.23/9/2025 ના રોજ ઓશવાળ સેન્ટર જામનગર ખાતેથી આ ખેલ મહોત્સવનો શુભારંભ કરાયેલ હતો. ત્યારબાદ બીજા ચરણના નિર્ણાયક તબકકે તા.18/12/2025 ના રોજ સમગ્ર સંસદીયક્ષેત્રના 500 થી વધુ સ્થળોએ ગ્રામ્ય અને વોર્ડ કક્ષાની વિવિધ સ્પર્ધાઓનું સુંદર આયોજન થયેલ હતુ.

આ ખેલ મહોત્સવમાં મહીલા વિભાગમાં 267 ટીમો અને પુરૂષ વિભાગમાં 1076 ટીમો મળી કુલ-1343 ટીમોએ ટીમ ઈવેન્ટની સ્પર્ધાઓમાં સફળતાપૂર્વક ભાગ લીધેલ તેમજ બીજી વ્યક્તિગત રમતોમાં બહોળી સંખ્યામાં ખેલાડીઓ અને લોકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ.

આ બીજા ચરણની સ્પર્ધાઓમાં ગ્રામ્ય/વોર્ડ, તાલુકા અને લોકસભા કક્ષાની ત્રિસ્તરીય વિવિધ ક્ધવેશનલ અને ટ્રેડીશનલ રમતો યોજાયેલ જેમાં એથ્લેટીકસ, કુસ્તી, વોલીબોલ, બાસ્કેટબોલ, ખો ખો, કબડ્ડી, નારગોલ અને સંગીત ખુરશી જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી. આ સમગ્ર ખેલ મહોત્સવમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન થયેલા 2,35,000 થી વધુ સ્પર્ધકો અને 65000 જેટલા શાળા અને ગ્રામ્ય કક્ષાએ વિધાર્થી-બાળકો તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો મળી 3 લાખથી વધુ લોકોએ આ ખેલ મહોત્સવમાં ભાગ લીધેલ હતો.

ખેલે તે ખીલેની ભાવનાથી જામનગર સાંસદ પૂનમબેન માડમ દ્વારા શરૂ કરાયેલ જામનગર સંસદીય ખેલ મહોત્સવ ખૂબ જ સફળ રહ્યો છે, જેનો ભવ્ય સમાપન સમારોહ પ્રદર્શન ગ્રાઉન્ડ, જામનગર ખાતે પ્રધાનમંત્રી મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતીમાં યોજાયેલ હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande